મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ - At This Time

મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ


જાહેરાત રક્તદાનના નવા વિશ્વ વિક્રમ તરફ વધતો અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ ( મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ 17 સપ્ટેમ્બર , 2022 ) અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ વિશ્વની સૌથી મોટી રક્તદાતા સંસ્થા , 17 સપ્ટેમ્બર , 2022 ના રોજ રક્તદાન અભિયાન “ મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ " ( MBDD } દ્વારા " રક્તદાનનો નવો ઇતિહાસ " રચવા માટે આગળ વધ્યું છે . MBDD ના સલાહકાર શ્રી મુકેશ ગુગલિયાએ જણાવ્યું કે અમારો લક્ષ્યાંક દેશ અને વિદેશમાં પ્રવાસી ભારતીય નાગરિકો દ્વારા આશરે 2000 રક્તદાન શિબિરોનું આયોજન કરીને અંદાજે 1,50,000 યુનિટથી વધુ રક્તદાન મેળવવાનો છે . સંસ્થાએ પૂર્વ માં પણ 2012 અને 2014 માં એક લાખ થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મા પોતાનો નામ દર્જ કરાયો છે . પ્રમુખ શ્રી અરવિંદ સકલેચાએ જણાવ્યું કે , તેરાપથ યુવક પરિષદ , MBDD હેઠળ , અમદાવાદ અને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં 60 થી વધુ સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરી રહી છે . મંત્રી શ્રી દિલીપ ભણસાલીએ રક્તદાનમાં બિનજરૂરી વિલંબને ટાળવા માટે 17 મી સપ્ટેમ્બરના રોજ રક્તદાન દિવસે હાજર રહેવા અને www.eraktakosh.in પર હમણાં પોતાનું જીસ્ટ્રેશન કરાવવા ઈચ્છુક રક્તદાતાઓને વિનતી કરી છે . MBDD ના મુખ્ય સંયોજક રાજેશ ચોપરાએ જણાવ્યું હતું કે શિબિરના આયોજનમાં ITQ , મસ્કતી કપડ મહાજન , લાયન્સ ક્લબ , રાજસ્થાન હોસ્પિટલ વગેરે જેવી ઘણી સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે . તેમણે એમ પણ ઉમેર્યુ હતું કે અમે ન્યૂ ક્લોથ માર્કેટ , સુમેલ બિઝનેસ પાર્ક , સિટી સેન્ટર , જેવા ધંધાકીય સ્થળોએ એલ . જે . યુનિવર્સિટી , જીએલએસ અને નવકાર ઇન્સ્ટિટ્યૂટ જેવી શૈક્ષણિક સંસ્થાઓ અને અરવિંદ લિ . , જિંદાલ વર્લ્ડવાઇડ લિ . , લેન્ડિંગકાર્ટ વગેરે જેવી કોર્પોરેટ સંસ્થાઓમાં કેમ્પ કરી રહ્યા છીએ . આ કેમ્પ દ્વારા 7000 યુનિટથી વધુ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક છે . તેરાપથ યુવક પરિષદ , અમદાવાદની ટીમમાં 1200 થી વધુ સભ્યો સામેલ છે . અને નિયમિત ધોરણે તેના સલાહકારો , ભૂતપૂર્વ પ્રમુખો તેમજ જૈન શ્વેતાબર તેરાપંથી સભા , તેરાપંથ મહિલા મંડળ , તેરાપંથ પ્રોફેશનલ ફોરમ , અણુવ્રત સમિતિ અને તેરાપંથ કિશોર મંડળ જેવી અન્ય સંઘીય સંસ્થાઓ નુ મહત્વપૂર્ણ સમર્થન પ્રાપ્ત થાય છે . પ્રેષક : તેરાપથ યુવક પરિષદ , અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.