પ્રસૂતિ નોર્મલ હોય કે સિઝેરિયન વિનામૂલ્યે સરકારના આયુષ્માન કાર્ડથી ઘણા પરિવારોને મળતી આર્થિક રાહત - At This Time

પ્રસૂતિ નોર્મલ હોય કે સિઝેરિયન વિનામૂલ્યે સરકારના આયુષ્માન કાર્ડથી ઘણા પરિવારોને મળતી આર્થિક રાહત


ઓપરેશન અને દવા સહિતનો ખર્ચ ભોગવવો પડશે નહિ રાજકોટમાં રોજ 150થી વધુ થતી પ્રસૂતિ

રાજકોટમાં આયુષ્યમાન કાર્ડનો ચાર ખાનગી હોસ્પિટલમાં સ્વિકાર્ય

આયુષ્યમાન ભારત યોજનામાં ઘણા ઓપરેશન સમાવી લેવાયા છે અને તેને કારણે દર્દીઓને પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહી છે. ઘણા સમય પહેલા તેમાં ગાયનેકને લગતી સમસ્યા અને ઓપરેશન નો સમાવેશ કરાયો હતો અને હવે તેમાં પ્રસૃતિનો પણ ઉમેરો કરાયો છે. ખાનગી હોસ્પિટલોમાં પ્રસૂતિનો ખર્ચ વધી જતા. સિવિલ હોસ્પીટલ પર ભારણ વધી રહ્યું છે. તેવામાં આયુષ્માન કાર્ડની સુવિધા નોર્મલથી માડી સીઝેરિયન સુધીની પ્રસ્તુતિમાં કામ આવતા ઘણા પરિવારોને રાહત થઈ શકે તેમ છે પણ સરકરી ચોપડે જે દ્રશ્ય હોય છે તે વાસ્તવિકતાથી ઘણું દૂર હોય છે . તેવુ રાજકોટમાં થયુ છે રાજકોટમાં દૈનિક 150થી વધુ પ્રસૃતી થાય છે પરંતુ માત્ર ચાર ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ પ્રસૃતી થાય છે રાજકોટ શહેરમાં જે ચાર હોસ્પિટલમાં પ્રસૃતિ સુવિધા આયુષ્યમાન કાર્ડ હેઠળ છે તેમાં ક્રાઈસ્ટ હોસ્પીટલ, જયનાથ હોસ્પીટલ , આયુષ્યમાન હોસ્પીટલ અને સદભાવના હોસ્પીટલનો સમાવેશ થાય છે આ ઉપરાંત જિલ્લાના કોઈ પ્રસુતાને રાજકોટ આવવાનું થાય તો તેમના માટે બીજી બેજ હોસ્પીટલ છે રાજકોટ શહેરમાં દૈનિક 125 થી 150 ની સંખ્યામાં પ્રસૃતીઓ થાય છે તેવામાં માત્ર ચાર જ હોસ્પીટલમાં આયુષ્યમાન કાર્ડની સેવા મળે છે

ફક્ત કાર્ડ સાથે રાખવાનું રહેશે, એપ્રૂવલ પછી લઈ શકાશે

આયુષ્માન કાર્ડ કે પ્રસૂતિમાં અવાની ઝંઝટ રહે તો સ્થિતિ વણસી શકે છે, આ મામલે પ્રૉગ્રામ ઓફિસરને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે અને હોસ્પિટમાં દાખલ થાય એટલે ફક્ત કાર્ડ આપવાથી જ સારવાર શરૂ થઈ શકે બાકીની પ્રક્રિયા પાછળ કરી શકાશે. જો કાર્ડની પ્રિન્ટ ન હોય તો પણ મોબાઈલમાં બતાવી શકાશે

રિપોર્ટર - નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.