*કુતિયાણા-રાણાવાવ મત વિસ્તારમાં ડી.એ.પી ખાતરની મોકાણ સર્જાતા પૂરતો જથ્થો ફાળવવા કાંધલભાઈ જાડેજાએ મુખ્ય મંત્રીને કરી રજૂઆત ઘઉં ના વાવેતર બાદ ડી.એ.પી. ખાતર ન મળ્યું તો પાક નિષ્ફળ જશે
ખેડૂતોની ખાતરની ઉભી થયેલી સમસ્યા નિવારવા તાતી જરૂરી યાત પર ભાર મુકતા સારાસભ્ય
ગોસા(ઘેડ) તા.૧૬/૧૧/૨૦૨૪
કુતિયાણા-રાણાવાવ વિધાનસભાના વિસ્તારમાં ત્રણ તાલુકાના ગામડાઓ નો સમાવેશ થયેલો છે ત્યારે આ ત્રણેય તાલુકાના ગામડાઓમાં સર્જાયેલ ડી. એ.પી.ખાતર અછતની સમસ્યા નિવારી તુરંત પૂરતા પ્રમાણમાં ડી.એ. પી. ખતરનો જથ્થો ફાળવી આપવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા એ મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રી ને તાકીદનો પત્ર પાઠવી ભલામણ કરી છે.
કુતિયાણા વિધાન સભા મત વિસ્તારના ગામડાઓના ખેડૂતોએ ઘઉં ના પાકમાં જરૂરરિયાત એવા ડીએપી ખાતર ન મળવા બાબતની રજૂઆત આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય કાંધલભાઈ ને રજુઆત કરવામાં આવી હતી.
ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા એ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ને પાઠવેલ પત્રમાં જણાવેલ કે પોરબંદર જીલ્લાના કુતિયાણા-રાણાવાવ વિધાનસભાના વિસ્તારમાં ત્રણ તાલુકાના ગામડાઓ નો સમાવેશ થયેલો છે ત્યારે આ ત્રણેય તાલુકાના ગામડાઓમાં અને પોરબંદર જિલ્લામાં પણ આ વર્ષે ભરપૂર વરસાદ પડ્યો છે જેના કારણે તેમજ ઉપરવાસના વરસાદી અને ડેમોના પાણી મારા મત વિસ્તારમાં ફરી વળતા ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા હતા. ત્યારે હાલમાં આ વરસાદી પાણી નો નિકાલ થતાં અને ખેતરોમાં વરાપ નીકળ્યા બાદ ખેડૂતો એ શિયાળુ પાકના વાવેતર માટે ખેતરો તૈયાર કરી લેતા હાલ શિયાળુ પાક ઘઉં ની શાંટણી(વાવણી) નો સમય આવી જતા જગ તાત વાવણી કાર્ય માં લાગી ગયો છે.
કુતિયાણા-રાણાવાવ વિધાનસભાના વિસ્તારમાં ત્રણ તાલુકાના ગામડાઓના ખેડૂતો અત્યારે મોંઘા ભાવના બિયારણો ખરીદી કરીને બી ની માવજત કરી ઘઉં ના પાકનું વાવેતર કાર્ય શરૂ થતાં અત્યારે વાવેતર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
ઘઉંના વાવેતર બાદ તુરંત જ ડી. એ. પી.ખાતરની ખુબ જ જરૂર પડતી હોય છે. પરંતુ હાલમાં આ ડી.એ.પી.ખાતર મળવું દોહ્યલુ બન્યું છે. અત્યારનો સમય ઘઉં ની છાંટણી(વાવણી) કાર્યનો સમય હોય તમામ ખેડૂતો એ પોતપોતાના ખેતરો માં ટ્રેકટરો અને બળદ ગાડાં મારફતે વાવણી કરવા માટે ખેતરો તૈયાર કરી લીધા છે. અને વાવણી કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઘઉં ના વાવેતર બાદ ડી.એ.પી.ખાતર ની અછત સર્જાય છે. ત્યારે મારાં મત વિસ્તારના ખેડૂતો દ્વારા ડી.એ. પી. ખાતર ની અછત અને મળતું ન હોવાની રજુઆતો મળી છે.ત્યારે સત્વરે મારાં કુતિયાણા વિધાન સભા મત ક્ષેત્રમાં આવતા ગામડાઓના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં જોઈએ ત્યારે ડી.એ.પી ખાતર નો જથ્થો મળી રહે તેવો પ્રબંધ કરવા ધારા સભ્ય કાંધલભાઈ જાડેજાએ મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રી ને ખાસ ભલામણ કરી છે.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.