સારસ્વત શ્રી ઓની નાગલોક મિત્ર મંડળ આયોજિત શબ્દસમિધની તૃતીય બેઠક યોજાય
સારસ્વત શ્રી ઓની નાગલોક મિત્ર મંડળ આયોજિત શબ્દસમિધની તૃતીય બેઠક યોજાય
ચિતલ લબ્ધ પ્રતિષ્ઠિત સારસ્વત શ્રી ઓની ઉપસ્થિતિ માં સરસ્વતી વિદ્યા મંદિર પરિસર માં શબ્દસમિધની તૃતીય બેઠક સંપન્ન થઈ નાગલોક મિત્ર મંડળ આયોજિત શબ્દસમિધની તૃતીય બેઠક તારીખ ૦૨/૦૪/૨૦૨૫ના રોજ સરસ્વતી વિદ્યામંદિર ખાતે સંપન્ન થઈ. દર મહિનાના પ્રથમ રવિવારે સાતત્યપૂર્ણ રીતે યોજાતી આ ત્રીજી બેઠક ડૉ. ગોપી રાઠોડની ઉદ્ઘોષણામાં યોજાઈ પ્રારંભમાં શબ્દસ્થ કવિ અનિલ જોશીને શ્રધ્ધાંજલી અપાઈ. કવિશ્રી પંકજ ચૌહાણ એ બેઠક અંગેની ભૂમિકા બાંધી.સંવાદના સંયોજક પરેશ મહેતાએ હર્ષદ ચંદારાણા, પ્રતાપ પંડ્યા, ગણપત ઉપાધ્યાયની સ્મૃતિઓ વાગોળી.
કવિ બાલકિશન જોગી, કેતન જોશી ,ધર્મેશ ઉનાગર અને અર્જુન દવે પોતાની સ્વરચિત કવિતાઓમાં શ્રોતાઓને તરબોળ કર્યા. ઉપરાંત હાજર નવોદિત કવિઓએ કાવ્યપાઠ કરવાની તક આપવામાં આવી.
આ બેઠકમાં ડૉ. શશી દવે, ડૉ વિનોદ રાવલ, ઉદય દેસાઈ ઇતેશ મહેતા, લોકસાહિત્યકાર વિપુલ ભટ્ટી, રશ્મિ પરમાર વગેરે ભાવકો હાજર રહ્યા. બેઠકને સફળ બનાવવા નાગલોકના કવિઓ મુકેશ જોગી, પંકજ ચૌહાણ, ગોપાલ ધકાણ અને ધર્મેશ ઉનાગરે સુચારુ વ્યવસ્થા સંભાળી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
