બોટાદમાં શ્રી અરવિંદ સેન્ટર ખાતે શ્રી માતાજી જન્મોત્સવની ઉજવણી ! - At This Time

બોટાદમાં શ્રી અરવિંદ સેન્ટર ખાતે શ્રી માતાજી જન્મોત્સવની ઉજવણી !


બોટાદમાં સહકારનગર ખાતે આવેલ શ્રી અરવિંદ સેન્ટર ખાતે પોંડિચેરીના મહાયોગી શ્રી અરવિંદ આશ્રમના શ્રી માતાજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જીતેન્દ્રસિંહ ઝાલા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોફેસર ધાનાણી, કેયુરભાઈ દવે, રસિકભાઈ મુંજપરા તથા અન્ય સાધકો હાજર રહ્યાં હતાં. આ આધ્યાત્મિક કાર્યક્રમનું સંચાલન વિપુલભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી માતાજી એટલે મીરાં આલ્ફાંસ કે જેઓ ફ્રાન્સના હતાં અને ભારતની આધ્યાત્મિકતાથી ખેંચાઈ કાયમી પોંડિચેરી આવી વસ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image