માળીયા હાટીનામાં ભાજપની બેઠક યોજાણી - At This Time

માળીયા હાટીનામાં ભાજપની બેઠક યોજાણી


લોકસભાની ચૂંટણીના ભાગ રૂપે માળીયા હાટીના તાલુકા પંચાયત ખાતે જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાણી હતા જેમાં
તાલુકા ભાજપ સંગઠનની ટીમ, તથા કારોબારી સભ્યશ્રીઓ, તાલુકા ભાજપ મોરચાના પ્રમુખ મહામંત્રી જિલ્લા ના હોદ્દેદારો , ડેટા મેનેજમેન્ટ અભિયાનના કન્વીનર, સહ-કન્વીનર મંડલના ITSMના કન્વીનર, જિલ્લા પંચાયના સદસ્યો તેમજ તાલુકા પંચાયતના ચુટાયેલા સદસ્યો તથા લડેલા સદસ્યશ્રીઓ અને મંડળ માં આવતા તમામ શકતીકેન્દ્ર ના સંયોજક તથા પ્રભારીઓ ઉપસ્થિતિમાં આવનારી તા. 16/3/22 સી.આર. પાટીલનો જન્મ દિવસ ઉજવણી ભાગ રૂપે, તા 19/3/23 જૂનાગઢ ખાતે આગામી ૧૯ માર્ચ ૨૦૨૩ ના રોજ યાર્ડ ખાતે નવનિર્મિત "કિસાન ભવન" ના લોકાર્પણ માટે પધારતા ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના કાર્યક્રમ

તા 13/3/23 થિ 15/3/23 ના રોજ ભાજપની બુથ શક્ષકતીકરણ અભિયાન અંતર્ગત બેઠક માં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

આ બેઠક માં જૂનાગઢ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, જિલ્લા ભાજપ મહા મંત્રી વી. ડી કારડાની, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા , માળીયા હાટીના ભાજપના પ્રભારી ગૌરવભાઈ રૂપારેલીયા, વંદના બેન મકવાણા સહિત ભાજપના આગેવાનો કાર્યોકરો એ આપી હાજરી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon