ધોળા જં.ખાતે ઠાકોર સમાજ દ્વારા નવ નિયુક્ત પ્રમુખ રોહિત બગદરીયા ને સન્માનિત કરાયા - At This Time

ધોળા જં.ખાતે ઠાકોર સમાજ દ્વારા નવ નિયુક્ત પ્રમુખ રોહિત બગદરીયા ને સન્માનિત કરાયા


ઉમરાળાના ધોળા જંક્શન ખાતે ઠાકોર સમાજ તથા વેલનાથ ચુ.ઠાકોર યુવક મંડળ દ્વારા વેલનાથ બાપાની જગ્યા ખાતે પ્રદેશ ભાજપ અગ્રણી પેથાભાઈ આહીર ની ઉપસ્થિતિમાં નવ નિયુક્ત ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખ રોહિતભાઈ બગદરીયા નું સન્માન કરવામાં આવ્યું આ તકે ઠાકોર સમાજના પ્રમુખ મનસુખભાઈ વાઘેલા,તાલુકા પંચાયત સદસ્ય જીતુભાઈ પનારા,રાજુભાઈ પનારા ભુપતભાઈ ઝિંઝુવાડીયા,કાળુભાઈ ઝિંઝુવાડીયા અશોકભાઈ ડાબસરા,જગાભાઈ રાઠોડ જગાભાઈ પનારા,શૈલેષભાઈ કોરડીયા તથા પીન્ટુભાઈ પનારા તથા ઠાકોર સમાજ યુવાનો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રોહિત બગદરીયા નિમણુક ને આવકારી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image