રાજકોટ કુવાડવા રોડ ગેરકાયદેસર કુટણખાનું ચલાવતો વિડીયો વાયરલ કરી દલિત યુવાનને ઢોરમાર માર્યો. - At This Time

રાજકોટ કુવાડવા રોડ ગેરકાયદેસર કુટણખાનું ચલાવતો વિડીયો વાયરલ કરી દલિત યુવાનને ઢોરમાર માર્યો.


રાજકોટ શહેર તા.૨૮/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર કુવાડવા રોડ પર આવેલ એક હોટલમાં ગેરકાયદેસર કુટણખાનું ચાલતું હોવાના વિડિયો વાયરલ થયા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ચોટીલાના અમિત પરમાર નામના શખ્સ ચલાવતો હોવાની વિગતો લખવામાં આવી હતી. આ ઘટના બાદ ચોટીલામાં રહેતા યુવાને મીડિયા ની ફલેટમાં લખેલા નંબર પર ફોન કર્યો હોય અને પોતાનું નામ તમે ખોટું લખ્યું છે તેમ જણાવ્યું હોય ત્યારબાદ કથિત પત્રકાર અને આ યુવક સાથે ફોનમાં બોલા ચાલી થઈ હતી. ત્યારબાદ આ યુવાનને અન્ય લોકો દ્વારા એન કેન પ્રકારે રાજકોટ બોલાવી કુવાડવા રોડ પર આવેલી હોટલની બહાર કથિત પત્રકાર સહિતના ટોળાઓએ યુવાનને માર-મારી બીજો વિડીયો જબરજસ્તી થી બનાવ્યો હતો અને પોતે આ હોટલમાં નહીં પરંતુ અન્ય જગ્યાએ કુટણખાનું ચલાવતો હોય તેવી કબુલાત કરાવી હતી અને માર-મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હોય. જેથી યુવાને બી.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જઈ કથિત પત્રકાર વિરોધ ફરિયાદ નોંધાવી છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ચોટીલામાં જ્યોતિનગરમાં પરિવાર સાથે રહેતો હોવાનું અને ખેતીકામ કરતો હોવાનું જણાવ્યું હતું વધુમાં કરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા.૨૩/૨/૨૦૨૫ ના રોજ સાંજના ૮ વાગ્યે પોતે મોબાઇલ જોતો હતો ત્યારે તેના મોબાઈલ પર ન્યુઝની એક ક્લિપ આવી હોય જે ક્લિપ માં પોતાનું નામ અમિત પરમાર અને ચોટીલા ખાતે રહેતો હોય તે આ ગોરખધંધા ચલાવતો હોવાની ક્લિપ વાયરલ થઈ હતી ત્યારે અમિત પરમારે ન્યુઝની પ્લેટમાં આવેલા નંબર પર ફોન કરતા સામેવાળો વ્યક્તિ દિલીપ ગમારા બોલતો હોવાનું જણાવ્યું હતું અને પોતાનું નામ કેમ ખોટી રીતે આવા ગોરખધંધાનો વિડીયો વાયરલ કર્યો તે અંગે ચર્ચા થઈ હતી અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ દિલીપ ગમારા તથા સંજય પોપટ નામના શખ્સોએ આ યુવાનને હોટલના સંચાલક નો સંપર્ક કરી યુવાનને મળવા માટે રાજકોટ બોલાવ્યો હતો ત્યારે દિલીપ ગમારા, સંજય પોપટ સહિતના યુવાનોએ માર-મારી અન્ય એક બળજબરીથી વિડીયો બનાવી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હોવાની ફરિયાદ બી.ડિવિઝન પોલીસમાં નોંધાવી છે બનાવના પગલે P.I એસ.એસ.રાને સહિતના સ્ટાફે ગુનો નોંધી વધુ તપાસ કાગળો S.C/S.T સેલના ACP તરફ મોકલાવવામાં આવ્યા છે. બી.ડિવિઝન પોલીસે કથિત પત્રકારો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને મારા-મારી હેઠળ ગુનો દાખલ કર્યો છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image