ભાભર મા આઈ. સી. ડી. એસ. ઘટક -1 ના તેતરવા ભૂલકા મેળાની ઉજવણી - At This Time

ભાભર મા આઈ. સી. ડી. એસ. ઘટક -1 ના તેતરવા ભૂલકા મેળાની ઉજવણી


ભાભર આઇ.સી.ડી.એસ.ના ઘટક -1 ના તાલુકા ના તેતરવા ગામમા સેજામા ભુલકા મેળાની ગુરુવાર ઉજવણી કરવામા આવી હતી. જેમાં આંગણવાડીના બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં બાળગીતો, બાળવાર્તા, ચિત્રકામ, જુદીજુદી વસ્તુઓ અને આકારોની ઓળખ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેની થીમના ચાર્ટ બનાવી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બધા બાળકોને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આ તબક્કે , CDPO હંસાબેન.પંડ્યા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર,સંચાલન ભાનુભાઇ પંડ્યા, કાર્યક્રમ આભારી કિશનભાઈ વાઘેલા હાજર રહ્યા હતા.અને આઇસીડીએસ ઘટક ભાભર નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.તમામ આઈ. સી. ડી. એસ. વિભાગના ભાભર તાલુકાના તેતરવા એમના કુલ 32 કેન્દ્ર ના 100 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. અને વાલી પણ હાજર રહ્યા હતા.આ વિશે વાલીઓને આંગણવાડી આવતા બાળકોને જે પ્રવુતિઓ કરાવેલ તેથી વાલીઓને વાકેફ કરેલ અને આ કાર્યક્રમ ની અંદર આવેલ ભાભર ના ખોડિયાર ગ્રુપ ના અગ્રણી અને સમાજ સેવા મા હરહંમેશ આગળ રહેનાર હીરાબા ઠક્કર તરફ થી પાણી ના જગ તથા માનવતા ગ્રુપ તરફ થી ચા,નાસ્તા ના દાતા બન્યા હતા.અને કુલ 32 કેન્દ્રો નો કાર્યક્રમ હતો જેમાં 24 ભાભર નગર પાલિકા હસ્તક અને બાકીના 8 ભાભર તાલુકા ના ભાભર મા કુલ 5 સેજા છે.

રિપોર્ટર પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787
9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.