રમકડાના શો-રૂમમાં આગ ભભૂકી, ફર્નીચર સહીતનો માલ બળીને ખાખ - At This Time

રમકડાના શો-રૂમમાં આગ ભભૂકી, ફર્નીચર સહીતનો માલ બળીને ખાખ


રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર ઉમીયાચોક પાસે આવેલ શકિત એન્ટરપ્રાઈઝ નામના રમકડાનો શોરૂમમાં PGVCLની મેઈન લાઈનમાંથી શોર્ટસર્કિટના કારણે આગ ભભુકી ઉઠતો શોરૂમમાં પડેલ લાખો રૂપિયાના રમકડા, કાચ, વાયરીંગ અને લાકડાનું ફર્નીચર સહીતનો માલ સળગી ગયો હતો. આગને ફાયર બીગ્રેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી હતી. ધુમાડો નિકળતા આસપાસના લોકોએ માલીક પ્રતાપભાઈને જાણ કરતા દોડી આવ્યા હતાં અને મવડી ફાયરબીગ્રેડને જાણ કરતાં ફાયરવિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. વધુમાં પ્રતાપભાઈએ જણાવ્યું હતું કે આગથી શોરૂમમાં રહેલ રમકડા, મોટી સાઈઝના કાચ, ઈલેકટ્રીક વાયરીંગ તથા લાકડાનું ફર્નીચર, બોર્ડ સહીતનો મુદ્દામાલ સળગી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.