140 વર્ષ જૂનો છે મોરબીનો ઝૂલતો પુલ, જાણો મોરબીના ઝૂલતા પુલનો ઈતિહાસ, ચાલો જાણીએ મોરબીના મચ્છુ નદી પરના આ ઐતિહાસિક પુલ વિશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zd7ptfmyqtcsoiwk/" left="-10"]

140 વર્ષ જૂનો છે મોરબીનો ઝૂલતો પુલ, જાણો મોરબીના ઝૂલતા પુલનો ઈતિહાસ, ચાલો જાણીએ મોરબીના મચ્છુ નદી પરના આ ઐતિહાસિક પુલ વિશે.


આ ઝૂલતો પુલ લંડનના મહારાણી વિક્ટોરિયાએ નાઈટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો ખિતાબ જેમને આપ્યો હતો, એવા મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવડાવ્યો હતો. ઝૂલતો પૂલ એ સદીની શરૂઆતમાં એક એન્જિનિયરિંગ અજાયબી હતી, મોરબીના શાસકોની પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. યુરોપમાં તે દિવસોમાં ઉપલબ્ધ નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને મોરબીને એક અનન્ય ઓળખ આપવા માટે આ બનાવવામાં આવ્યુ હતુ. તે 1.25 મીટર પહોળો છે અને 233 મીટર મચ્છુ નદી પર દરબારગઢ પેલેસ અને લાખધીરજી એન્જિનિયરિંગ કૉલેજને જોડે છે. આ ઝૂલતા પુલની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે.

19મી સદીમાં રાજા સર વાઘજી ઠાકોરે બનાવ્યો હતો પુલ

મોરબીની મચ્છુ નદી પર ઝૂલતો પુલ રજવાડાના સમયમાં પ્રજાવાત્સ્લ્ય રાજા સર વાઘજી ઠાકોર દ્વારા 19મી સદીમાં એટલે કે વર્ષ 1880માં બનાવાયો હતો. જેનો ઉપયોગ તે સમયે રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા, પરંતુ સમય જતા આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોંપવામાં આવી હતી. લાકડા અને વાયરના આધારે 233 મીટર લાંબો અને 4.6 ફૂટ પહોળો બનાવાયો હતો.ઈ. સ. 1880માં આ પુલનું નિર્માણ થયું, ત્યારે તેની જમીનથી સાઠ ફૂટ ઊંચાઈ હતી.

20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઈંગ્લેન્ડથી આવ્યો હતો.

Bharat bhadaniya
9904355753


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]