અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા ખાતે આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓનુ નિર્દેશન યોજાયું - At This Time

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા ખાતે આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓનુ નિર્દેશન યોજાયું


રાજ્યમાં મિલેટ્સ એટલે કે જાડા ધાનના પાક પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય તેવા આશય સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.આ સંદર્ભમાં આપણા પરંપરાગત ધાન એવા બાજરી, જુવાર, રાગી, મકાઇ ને વિશ્વના દેશો પણ અપનાવે તેવી સંકલ્પના સાકાર કરવામાં સફળતા મેળવવા આગળ વધી રહ્યા છીએ.મિલેટ્સ વર્ષ ૨૦૨૩ અંતર્ગત આજ રોજ અરવલ્લી જિલ્લા આઇ.સી. ડી.એસ હસ્તકના ધનસુરા તાલુકામાં, તાલુકા કક્ષાની મેલેટ્સ વર્ષ ની ઉજવણી કરવામાં આવી.જે અંતર્ગત બેહેનો દ્વારા દરેક પ્રકારના મિલેટસ્ નો ઉપયોગ કરી વાનગીઓ બનાવવામાં આવી.તેમજ લાભાર્થીઓને તેના ફાયદા વિશે સમજ પૂરી પાડવામાં આવી.અરવલ્લી જિલ્લાના પંચાયત આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા મિલેટ્સમાંથી બનતી વાનગીઓનુ નિર્દેશન રાખવામાં આવ્યું જેમાં આંગણવાડીના બહેનોએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા પ્રમુખશ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી , બાળ વિકાસ યોજના અધિકારી શ્રી હાજર રહ્યા હતા.આ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ મિલિટ્સ અંગે જાગૃતિ લાવવાનો તેમજ તેમાંથી બનતી વિવિધ વાનગીઓ માંથી થતાં ફાયદા સમજાવવાનો હતો.આ પ્રોગ્રામમાં બેહનોને બેસ્ટ વાનગીઓ માટે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.