પોલારપર ગામે જસદણ પોલીસની રેઇડ : વશરામ ઉર્ફે વસુ વાલજી પલાળીયાના ઘરમાંથી મળ્યો દેશી દારૂ

પોલારપર ગામે જસદણ પોલીસની રેઇડ : વશરામ ઉર્ફે વસુ વાલજી પલાળીયાના ઘરમાંથી મળ્યો દેશી દારૂ


પોલારપર ગામે જસદણ પોલીસની રેઇડ : વશરામ ઉર્ફે વસુ વાલજી પલાળીયાના ઘરમાંથી મળ્યો દેશી દારૂ

જસદણ પોલીસ બાખલવડ ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા ખાનગી રાહે ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત મળેલ કે,પોલારપર ગામમાં રામજી મંદિર પાસે રહેતા વશરામ ભાઇ ઉર્ફે વસુભાઇ વાલજીભાઇ પલાળીયાએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમા દેશી દારૂ વેચાણ અર્થે ઉતારેલ છે, પોલારપર ગામના રામજી મંદિર પાસે વશરામ ઉર્ફે વસુ વાલજીભાઇ પલાળીયાના રહેણાક મકાને પોલીસ પહોચતા દક્ષીણ બારનો લોખડનો ડેલો જે ડેલો ખોલી અંદર પ્રવેશ કરતા પુર્વ બાજુ એક રૂમ આગળ ઓસરી વાળુ પાકુ મકાન હોય જે મકાને એક બહેન હાજર હોય જેનુ રૂબરૂ નામઠામ પુછતા નામ અંજલીબેન વા/ઓ વશરામભાઇ ઉર્ફે વસુભાઇ પલાળીયા હોવાનુ જણાવેલ તેને વશરામભાઇ ઉર્ફે વસુ કોણ છે તે બાબતે પુછતા પોતાના પતિ હોવાનુ જણાવેલ અને જે કામ માટે બહાર ગયેલ તેમ જણાવતા મકાનની બાજુમા બનાવેલ ઓરડીમા જોતા ૫૦૦ એમ.એલ.ની ક્ષમતા વાળી સફેદ પ્રવાહી ભરેલ કોથળીઓ હતી જે કોથળીઓના મોઢા ખોલી ચેક કરતા, અંદર કૈફી પ્રવાહી દેશી દારૂ જેવી ખાટી અને તિવ્ર વાસ આવતી જેથી, વશરામભાઇ ઉર્ફે વસુ વાલજીભાઇ પલાળીયાએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમા કોઇ પાસ પરમીટ કે આધાર વગર ૫૦૦ એમ.એલ.ની ક્ષમતા વાળી દેશી દારૂ ભરેલ કોથળીઓ નંગ-૨૦ દેશી દારૂ લીટર-૧૦ મુદ્દામાલ વેચાણ અર્થે પ્રોહિ કલમ ૬૫-એએ. મુજબનો ગુન્હો કરતા ઈસમ પકડવા પર બાકી અને જસદણ પોલીસે તપાસ હાથ ધરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »