બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓનો સંદેશ: “આવ્યો છે અવસર લોકશાહીનો, મતદાન ચૂકશો નહીં”
“જો..જો..હો મતદાન કરવાનું ના ભૂલતાં”નાં સંદેશ સાથે લાઠીદડ કેન્દ્રવર્તી શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ
વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં મહત્તમ મતદાન થાય તે માટે બોટાદ જિલ્લામાં મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. લોકશાહીનાં મહાપર્વમાં દરેક નાગરિક ઉત્સાહપૂર્વક ભાગ લઈ મતદાન કરે તે માટે શાળાઓનાં આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ અવનવા પ્રયાસો થકી લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.
જે અન્વયે બોટાદ તાલુકાની લાઠીદડ કેન્દ્રવર્તી શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. હાથમાં બેનર્સ રાખીને નાના બાળકોએ લોકોને અચૂક મતદાન કરવા સંદેશ આપ્યો હતો. સાથોસાથ વિદ્યાર્થીઓના વાલીઓ અવશ્ય મતદાન કરવા પ્રેરાય તે માટે શાળા દ્વારા શપથ વિધિનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો સહિત ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.