શિહોર ખાતે આવેલ વોર્ડ નંબર 7 માં લાંબો સમય થી ગાડી ન આવતા કચરો રોડ ઉપર ફેંકી ને વિરોધ કર્યો - At This Time

શિહોર ખાતે આવેલ વોર્ડ નંબર 7 માં લાંબો સમય થી ગાડી ન આવતા કચરો રોડ ઉપર ફેંકી ને વિરોધ કર્યો


સિહોર કચરો રોડ ઉપર ફેંકી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો
છે. તંત્ર દ્વારા કચરો ભરવા નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો
છે.સ્થાનિકોએ ભેગા મળીને જાહેર રોડ પર કચરો નાખીને તંત્રની આંખો
ખોલી હતી,સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કચરો લેવામાં આવતો નથી
જેના કારણે કચરો રોડ પર ફેંકીને વિરોધ કરીએ છીએ,જયાં સુધી કચરો
લેવામાં નહી આવે ત્યાં સુધી આવી રીતે વિરોધ કરવામાં આવશે. સિહોરમાં
પાલિકા તંત્રની બેદરકારીના પાપે સમસ્યાઓ ઘેરી બનતા લોકોની
આકરી કસોટીનો અંત આવી ગયો હોય એમ તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવી
રહ્યા છે. જેમાં વોર્ડ નંબર 7 માં છેલ્લા થોડા દિવસોથી કચરા
માટે ગાડી ન આવતા લોકોએ આજે ઘરમાં સંગ્રહ
કરેલા કચરાના ગંજને જાહેર રોડ ઉપર ઠાલવીને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ
કર્યો છે. હજુ પણ તંત્ર નહિ જાગે તો કચરા વિભાગના અધિકારીના ઘરે
તો ઓફિસરના ઘરે ઠાલવી દેવાની
ક્લેક્શનની ગાડી આવી નથી. જો કે અગાઉ નિયમિતપણે કચરા ની
ગાંડી આવતી પણ હમણાંથી કચરા ની ગાડી જ ન
આવતા ઘરમાં ઘણો કચરો એકઠો થઈ ગયો હતો અને ઘરમાં કચરાના ગંજ
ખડકાયા હતા. તેથી ગંદકી ભારે દેખાતી હતી અને કચરા ની ગાડી
નિયમિત રીતે આવે એ માટે નગરપાલિકા રજુઆત કરી-કરીને થાકી ગયા
પણ કચરા લેવા ગાડી ન આવતા અમે લોકો રોડ ઉપર કચરો
નાખવા મજબુર બન્યા હતા અને તંત્રને ઢંઢોળવા માટે જ રોડ ઉપર કચરા ના
ઢગલા ખડકી દીધા છે. રોડ ઉપર કચરો ન ઠલવાય એની સમજ અમારામાં
છે. પણ તંત્રને ઢંઢોળવા માટે આ કાર્ય કરવું પડ્યું છે અને તંત્ર હજુ પણ નહી
જાગે તો અધિકારી કે ચીફ ઓફિસના ધરે ક્ચરો ઠાલવી દેશું તેવું રહીશોએ
જણાવ્યું છે..
રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.