જંબુસર તાલુકા ભાજપ દ્વારા અટલ બિહારી વાજપેઈજીના જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી સુશાસન દિવસની ઉજવણી કરી
જંબુસર તાલુકા ભાજપ દ્વારા અટલ બિહારી વાજપેઈજીના જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી સુશાસન દિવસની ઉજવણી કરી ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતીની ભારત ભરમાં ઠેરઠેર ઉજવણી કરી અને આજના દિવસને સુશાસન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. જે અંતર્ગત જંબુસર તાલુકા ભાજપ દ્વારા એપીએમસી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સુશાસન દિવસની ઉજવણી કરી હતી. જેમાં પ્રદેશ કારોબારી કિસાન મોરચા કમલેશભાઈ પટેલ,મહામંત્રી બળવંતસિંહ પઢિયાર,પ્રમોદભાઈ રાઠોડ,જિલ્લા મંત્રી કિસાન મોરચા કુલદીપસિંહ યાદવ, પ્રણવભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌના પ્રેરણા સ્ત્રોત એવા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી પુષ્પાંજલિ અર્પી હતી.અને સત સત વંદન કરી તેમની વાતો વાગોડી હતી. તથા પુષ્પાંજલિ અર્પણ નો લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય સંજયસિંહ યાદવ, મિલેન્દ્રસિંહ રાઠોડ, મુકેન્દ્રસિંહ યાદવ, વીરસિંહ ગોહિલ,શંકરલાલ ગોહિલ, ઈશ્વરભાઈ પઢીયાર,ભુપેન્દ્રસિંહ રાઠોડ સહિત જંબુસર તાલુકા તમામ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
9510012734
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.