અરવલ્લી જિલ્લામાં કલા મહાકુંભનું ભવ્ય ઉદ્ઘાટન. - At This Time

અરવલ્લી જિલ્લામાં કલા મહાકુંભનું ભવ્ય ઉદ્ઘાટન.


અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિકના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે યોજાયેલ કલા મહાકુંભ-2024-25નું ભવ્ય ઉદ્ઘાટન.
અરવલ્લી જિલ્લામાં કલા અને સંસ્કૃતિના રંગોથી છલકાતી એક અનોખી ઉજવણીનો આરંભ થયો છે. જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિકના અધ્યક્ષસ્થાને મોડાસા ખાતે યોજાયેલ કલા મહાકુંભ-2024-25નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અરવલ્લી તથા શ્રી કે.એન.શાહ મોડાસા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહ્યો છે.

આ બે દિવસીય કલા મહાકુંભમાં જિલ્લાના કલાકારોએ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે,નૃત્ય, સંગીત, નાટક, ચિત્રકલા સહિતની અનેક કલાઓનું અદભૂત મંચન કરવામાં આવશે..નિષ્ણાત નિર્ણાયકો દ્વારા આ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવશે અને વિજેતાઓને ઇનામો આપવામાં આવશે.કલામહાકુંભ માત્ર એક સ્પર્ધા નહીં પરંતુ કલા અને સંસ્કૃતિનું એક મહાસંગમ બની રહેશે,અહીં કલાકારોએ એકબીજા સાથેના અનુભવો શેર કર્યા અને નવી કલાત્મક પ્રતિભાઓને પ્રોત્સાહન મળ્યું.

જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિકે કલા મહાકુંભના સફળ આયોજન બદલ તમામ સંસ્થાઓ અને કલાકારોને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, આ પ્રકારના કાર્યક્રમો દ્વારા જિલ્લાની કલા અને સંસ્કૃતિને નવી ઉંચાઈએ લઈ જઈ શકાય છે.અને જિલ્લા સાથે રાષ્ટ્રીય કક્ષાએ પણ કલા પોહચે છે અને તેને બિરદાવવામાં આવે છે જેનાથી પ્રતિભાશાળી બાળકલાકારોને પ્રોત્સાહન મળશે.ખુબજ સુંદર આયોજન થકી તેમની કલા લોકો સુધી પોહચાડવા માટે સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફળ કોશિશનો ભાગ છે.આ કલા મહાકુંભ દ્વારા અરવલ્લી જિલ્લો કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે એક નવો અધ્યાય લખી રહ્યો છે. આ કાર્યક્રમ દ્વારા જિલ્લાની યુવા પેઢીને પ્રેરણા મળશે અને તેઓ કલાના ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ હાંસલ કરશે.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી,મોડાસા પ્રાંત અધિકારીશ્રી,નગરપાલિકા પ્રમુખશ્રી,કે.એન.શાહ સ્કૂલમાં પ્રમુખશ્રી,તેમજ અન્ય વિભાગીય અધિકારીશ્રીઓ અને રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના અધિકારીશ્રીઓ તેમજ ખુબજ મોટી સંખ્યામાં બાળકલાકારો અને શિક્ષકો વાલીઓ ઉપસ્થિત રહ્યા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.