બરવાળા પોલીસ સ્ટેશનના લેન્ડ ગેબીંગના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી બોટાદ પોલીસ
બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે એફ. બલોળીયા સૂચના થી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના કરેલ હોય જે અન્વયે નાથબ પોલીસ અધિક્ષક બોટાદ ડિવિઝન મહર્ષિ રાવલ દ્વારા નાસતા ફરતા સ્કોડ ની રચના કરી સતત જરૂરી સુચના અને યોગ્ય માર્ગદર્શન આપી વોન્ટેડ આરોપીઓ વિરુધ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય. જે અન્વયે બોટાદ ડિવિઝનના નાસતા ફરતા સ્કોર્ડ ના એમ.એમ.શાહ, સહદેવસિંહ ફતેસિંહ ડોડીયા,રાજેશભાઈ અંબારામભાઇ કણસાગરા દ્વારા બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન ખાતે ના જમીન પચાવી પાડવા ના ગુનામાં ઝડપવાનો બાકી હોય આરોપી મહેબુબભાઇ અબ્દુલભાઇ મીનાપરા રહે. મુળ ગામ રોજીદ તા.બરવાળા જી.બોટાદ વાળો આ ગુનાના કામે નાસતો ફરતો હોય અને હાલમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના કાંસીલ ગામ તાજપર રોડ પાસે હોવાની હકિકત મળતા જે બાતમી આધારે નાસતા ફરતા સ્કોડ બોટાદ ડિવિઝન ની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્યના કાંસીબ ગામ તાજપર રોડ ખાતે જઇ તપાસ કરતા આરોપી મહેબુબભાઇ અબ્દુલભાઇ મીનાપરા રહે. મુળ ગામ રોજીદ તા.બરવાળા જી.બોટાદ વાળો મળી આવતા હસ્તગત કરી, યોગ્ય પોલીસ જાપ્તા સાથે આગળની કાર્યવાહી કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી બોટાદ ખાતે લાવી આરોપીને INS ૭.૩૫(૧)ડી મુજબ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે નાથબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક બોટાદ નાઓને સોંપી આપેલ છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
