200 કિલો ગૌમાંસ સાથે શાહમદાર ઝડપાયો - At This Time

200 કિલો ગૌમાંસ સાથે શાહમદાર ઝડપાયો


200 કિલો ગૌમાંસ સાથે વાંકાનેરનો શાહરૂખ શાહમદાર ઝડપાયોવાંકાનેરથી પશુનું ગૌમાંસ ભરી જંગલેશ્વરમાં સપ્લાય કરે તે પહેલાં જ વાંકાનેરના શાહરૂખ શાહમદારને 200 કિલો ગૌમાંસ સાથે બી. ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.દરોડાની વિગત મુજબ, બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સુધીર રાણેની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતાં ત્યારે પીએસઓ એએસઆઈ નીતીનદાન ગઢવીને ગૌરક્ષક કાર્યકર મયુરભાઈ મુકેશભાઈ દેસાઈ (ઉ.વ.33) (રહે. માયાણીનગર) જણાવેલ કે, જૂના કુવાડવા પોલીસ સ્ટેશન સામે નેશનલ હાઈવે રોડ ઉપર એક ઈક્કો કાર નં-GJ-36-AL-3052 માં ગેરકાયદેસર ગૌમાંસ1 હોવાની શંકા હોય છે.

જેથી સ્ટાફ તે જગ્યાએ વોચમા હતા તે દરમીયાન બાતમી વાળી કાર નીકળતા તેને રોકી જોતા ગાડીના અંદર ડ્રાઈવર તરીકે સીટ ઉપર શાહરુખ નામનો યુવક બેસેલ હતો. તેમજ ઈક્કો કારની પાછળ ડેકીમા રાખેલ (ઢોર) માસ બાબતે પુછતા સરખો જવાબ આપતો ન હોય જેથી તુરંત જ શહેર કંટ્રોલ રુમને ફોન કરી પીસીઆર વાન બોલાવી પોલીસની હાજરીમાં ગેરકાયદેસર ગૌ માસ હોવાની શંકા જતાં વેટરનેટી તબીબને સાથે રાખી કારની ડેકી પાછળથી ખોલી કલીનર સાઈડથી ડ્રાઈવર સીટ સુધી પાછળના ટાયર સુધી ડેકીમા પગ તથા શરીરના અંગોનુ માંસના અલગ-અલગ ટુકડા પડેલ હતા.

ઈક્કો કારમા હાજર શખ્સનું નામ પુછતા પોતે શાહરુખ મહેબુબ શાહમદાર (ઉ.વ.21), (રહે.વાકાનેર કુંભારપરા મતવા મસ્જિદ પાસે હોવાનુ જણાવેલ હતું. બાદમાં કારમા પડેલ માંસનો જથ્થો આશરે 200 કિલોગ્રામ રૂ.10 હજાર તથા એક ઈક્કો કાર સહિતનો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.