વઢવાણ સી.એન.જી પમ્પની સામે જાહેરમાં લુડો ગેમ ઉપર જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા. - At This Time

વઢવાણ સી.એન.જી પમ્પની સામે જાહેરમાં લુડો ગેમ ઉપર જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા.


તા.28/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વઢવાણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વઢવાણ ગેબનશા સર્કલ પાસે પહોંચતા ખાનગી બાતમી આધારે પીએસઆઇ ડી ડી ચુડાસમા, રવીન્દ્રસિંહ ડોડીયા, પ્રદ્યુમનસિંહ ઝાલા, જયપાલસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા વઢવાણ કોઠારીયા રોડ સી એન જી પમ્પની સામે અમુક ઈસમો ભેગા મળીને એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં લુડો નામની ગેઇમ ઉપર પૈસાની હાર જીતનો જુગાર રમતા જેથી હકીકત વાળી જગ્યાએ રેડ કરતા ત્રણ ઈસમો ગોળ કુંડાળું વળી એન્ડ્રોઇડ મોબાઈલ ફોનમાં લુડો ગેમ રમતા મળી આવતા આરોપી સાદીકભાઈ મહમદભાઈ મમાણી જાતે મુ માન ઉ.30 સુડવેલ સોસાયટી વઢવાણ, સલીમભાઈ ઈસ્માઈલભાઈ કારવા જાતે મુ માન ઉ.31 સુડવેલ સોસાયટી વઢવાણ, રફિકભાઈ દાઉદભાઈ બાબીયા જાતે મુ માન ઉ.37 સુડવેલ સોસાયટી વઢવાણ વાળાઓને રોકડ રૂ.11,220 તથા મોબાઇલ ફોન નંગ 1 કિ.રૂ.5,000 સહિત અન્ય મુદ્દામાલ મળી કિ.રૂ.16,220 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.