ગાંધીનગર જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ના વેચાણ સામે પોલીસ ની કડક કાર્યવાહી
ઉત્તરાયણ પર્વ નિમિત્તે પશુ પક્ષી અને પર્યાવરણ ને નુકસાન કરતી ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ, પ્લાસ્ટિક દોરી, વગેરે ના ઉપયોગ પર કલેકટર ના જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જે અંતર્ગત આવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો તથા વેચાણ કરવું એ ગુનો બને છે.
આ જાહેરનામા ના અનુસંધાને ગાંધીનગર પોલીસ અને દહેગામ પોલીસ તથા કલોલ પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નું વેચાણ કરતા વેપારીઓને ઝડપી લીધા છે અને આ આરોપીઓ ની પાસે થી અંદાજે 70,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો અને તેઓની વિરુદ્ધ માં જાહેરનામા ભંગ નો ગુનોનોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ : શાસ્ત્રી પુષ્પક શુક્લ
9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે
