દહેગામ આત્મહત્યા પ્રકરણમાં સોની પરિવારને ન્યાય નહિ મળે ત્યાં સુધી જગદીશ ઠાકોર તેની સાથે રહશે :જગદીશ ઠાકોર નો હુંકાર
દહેગામ સો મિલ ધારકના આપઘાત મામલે થયેલી ફરિયાદ બાદ પણ આરોપી ભાજપ આગેવાન પર પોલીસ ઢીલી નીતિ અપનાવી રહી હોવાના આરોપો બાદ દહેગામ પૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોર બે દિવસ પહેલા મૃતક પરિવારને મળવા પહોંચ્યા હતા અને ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર સવાલ કરયા હતા જેમાં આ ગુનામાં સંડોવાયેલ ભાજપ આગેવાનને પોલીસ અને સરકાર બચાવી રહી હોવાના આરોપ કરયા હતા જે બાદ દહેગામ પૂર્વ ધારાસભ્ય તેમજ ભાજપ નેતા કામિનીબા રાઠોડ઼ે જગદીશ ઠાકોરને દહેગામ આત્મહત્યાને રાજકીય રંગ આપી રહ્યા હોવાની વાત કરી સુમેરૂભાઇ અમીનનો બચાવ કરયો હતો.
જ્યારે આજે દહેગામના હાલીસા જિલ્લા બેઠક પર પ્રચાર કરતા પૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોરે વધારામાં કહ્યું હતું કે હું માત્ર દહેગામ આત્મહત્યા પ્રકરણમાં જ નહિ પરંતુ સમગ્ર દહેગામ તાલુકામાં કોઈપણ પરિવારમાં જો આપણી સરકાર દ્વારા અન્યાય થશે તો હું હમેશા દહેગામ દોડી આવીશ તેવું તેમને જણાવી કોંગ્રેસ હંમેશા લોકોને ન્યાય મળી રહે લોકોના દર્દમાં સહભાગી બને તે માટે કોંગ્રેસ હંમેશા ખડેપગે રહેશે ભાજપ પર પ્રહાર કરયા હતા.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
