**આગામી ચુંટણીમા પાલિકાના (૭) વોર્ડના ઉમેદવારોની ફોર્મ ચકાસણી બાદ ૧૦૮ ઉમેદવારો વચ્ચે સીધી જ રસાકસીનુ ચિત્ર સ્પષ્ટ** - At This Time

**આગામી ચુંટણીમા પાલિકાના (૭) વોર્ડના ઉમેદવારોની ફોર્મ ચકાસણી બાદ ૧૦૮ ઉમેદવારો વચ્ચે સીધી જ રસાકસીનુ ચિત્ર સ્પષ્ટ**


દાહોદ જિલ્લાની ઝાલોદ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં કુલ 7 વોર્ડ માટે 108 ઉમેદવારો વચ્ચે રસાકસી જામશે. ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ કુલ 162 અરજીઓમાંથી 129 માન્ય અને 33 અમાન્ય જાહેર કરવામાં આવી છે. જેમાંથી કુલ 21 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે...

વોર્ડ દિઠ જોઈએ તો (વોર્ડ નંબર 1 માં 18),( વોર્ડ 2માં 17,),(વોર્ડ 3માં 14), *વોર્ડ 4માં 15),(વોર્ડ 5માં 15),(વોર્ડ 6માં 23), અને (વોર્ડ 7માં 6) ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ચૂંટણીમાં નગરવાસીઓનો મિજાજ અલગ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકા વિસ્તારમાં રસ્તા, પાણી અને સ્વચ્છતા,પાર્કિંગ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં ભારે રોષ છે....


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image