વિસાવદર શહેરમાં વિશ્વમંભરી સ્કૂલ વિસ્તારમાં સિમેન્ટ રોડનું કામ શરૂ. - At This Time

વિસાવદર શહેરમાં વિશ્વમંભરી સ્કૂલ વિસ્તારમાં સિમેન્ટ રોડનું કામ શરૂ.


વિસાવદર શહેરમાં વિશ્વમંભરી સ્કૂલ વિસ્તારમાં સિમેન્ટ રોડનું કામ શરૂ.

વિસાવદર શહેરમાં જૂનાગઢ રોડ તરફ આવેલ વિશ્વમંભરી સ્કૂલ વિસ્તારમાં હાલ આ વિસ્તારમાં સી સી રોડનું કામ ચાલુ છે. ઘણા સમયથી અહીંના લોકો રોડના પ્રશ્નથી પરેશાન હતા. અત્યારે કામ ચાલુ થયું છે. મુલાકાત દરમ્યાન જાણવા મળેલ કે ખાસ કરી ચોમાસાની ઋતુમાં આ વિસ્તારમાં પાણી ભરાતા રોડમાં ચાલવામાં અને વાહન ચલાવવમાં બહુજ મુશ્કેલી પડે છે. અત્યારે રોડ બનતા આ મુશ્કેલી થોડી દૂર થઇ છે. આમ, તો હજુ આ વિસ્તારમાં અન્ય રોડ હજુ કાચા છે. જે બનાવવા લોકોની માંગ ઉઠી રહી છે. વિસાવદરના અન્ય વિસ્તાર કરતા આ વિસ્તારમાં હજુ રોડ ઘણા બનાવવાના બાકી છે. આ બાબતે તંત્ર સજાક થઇ અને લોકોની આ મુશ્કેલી ધ્યાંને લઈ કાર્યવાહી કરે તેમ લોકો માંગણી થઇ રહી છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon