અમદાવાદ મંડળ પર 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત ડોર ટુ ડોર અભિયાન અને ચિત્રકલા સ્પર્ધાનું આયોજન - At This Time

અમદાવાદ મંડળ પર ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ડોર ટુ ડોર અભિયાન અને ચિત્રકલા સ્પર્ધાનું આયોજન


પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર “સ્વચ્છતા હી સેવા” 17 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર, 2024 સુધી “સ્વચ્છતા હી સેવા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માના માર્ગદર્શિકા મુજબ રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે અને આ અભિયાનમાં તેમની ભાગીદારી પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સ્ટેશનો પર પણ એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા સ્વચ્છતાને લગતી જાહેરાતો સતત કરવામાં આવી રહી છે, જેથી મુસાફરોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરી શકાય.

અમદાવાદ મંડળ પર ત્રણ કેન્દ્રીય વિદ્યાલય-સાબરમતી, કેન્દ્રીય વિદ્યાલય - ગાંધીધામ અને લોર્ડ નીલકંઠ શાળા - મણિનગર શાળાઓમાં બાળકો માટે 25 સપ્ટેમ્બર 2024 ના રોજ ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 300 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધા બાદ તમામ બાળકોને સ્વચ્છતા હી સેવા 2024 નું આયોજન જરૂરિયાત, ઉદ્દેશ્ય અને મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓએ અમદાવાદ મંડળ ની રેલવે કોલોનીઓમાં ઘરે-ઘરે જઈને રેલવે કર્મચારીઓના પરિવારજનોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા. તેમણે પરિવારના સભ્યો સાથે સાફ-સફાઈ દ્વારા થતા ફાયદા અને તેની અવગણના કરવાના ગેરફાયદા વિશે વિગતવાર ચર્ચા કરી, સૌએ રેલવે સાથે મળીને સાફ-સફાઈ જાળવવાની ખાતરી આપી.

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.