બોટાદમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી : શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને કૃમિનાશક દવાઓ આપવામાં આવી
બોટાદમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભારતીબેન ધોળકીયાના માર્ગદર્શન અન્વયે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ૧ થી ૧૯ વર્ષની વયનાં શાળા એ જતાં અને ન જતાં તમામ બાળકોને, કિશોરો અને કિશોરીઓને શાળા અને આંગણવાડી કેન્દ્રો પરથી કૃમિનાશક દવા આલબેન્ડાઝોલની ગોળીઓનું નિ:શૂલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આરોગ્યલક્ષી શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે એવી માન્યતા લોકોમાં સેવાઈ રહી છે કે વધુ પડતું ગળ્યું ખાવાથી કૃમિ થાય છે. પરંતુ કૃમિ થવા પાછળ બીજા ઘણાં કારણો છે, જેમાં સ્વચ્છતાનો અભાવ મુખ્ય ભાગ ભજવે છે. ખાસ કરીને નાનાં બાળકોમાં કૃમિ વધુ જોવા મળે છે તેની પાછળનાં મુખ્ય કારણો ઘણાં છે જેમ કે બાળક બહારાથી રમીને આવી માટી વાળા હાથે કે નખમાં ભરાયેલ માટી સાથે જ ભોજન લે ત્યારે કૃમિ થવાની શક્યતા વધી જાય છે. ઉપરાંત વારંવાર ગંદા હાથ મોમાં નાખવાથી પણ ચેપ લાગી શકે છે. કોઈ પણ શાકભાજી કે ફળ ધોયા વગર આરોગવામાં આવે તો તેનાં કારણે કોઈપણ વ્યક્તિ કૃમિની ચપેટમાં આવી શકે છે. કૃમિની સમસ્યા સામાન્ય રીતે ગામડાઓ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં વધુ હોય છે જે સામાન્ય રીતે સ્વચ્છતાના અભાવ અને ગમે તેવાં ખોરાકનાં કારણે થાય છે.
બાળકોને અને કિશોરોને જયારે કૃમિનો ચેપ લાગે છે ત્યારે તેને પેટને લગતી સમસ્યાઓ શરૂ થાય છે અને ખોરાકમાંથી જે પોષણ મળવું જોઈએ તે કૃમિ ખાય જાય છે અને વ્યક્તિને પોષણ મળતું નથી તેથી તેને ઘણીબધી બીજી સમસ્યાઓ થવા લાગે છે. તેને હિમોગ્લોબિનની કમી થઈ જાય છે અને વિટામિન બી ૧૨ પણ ઘટી જાય છે જે બાળકોનાં વિકાસમાં જરૂરી હોય છે. આ કૃમિ દવા વગર ખતમ થતાં નથી તેથી વર્ષમાં બે વાર કૃમિનાશક દવાઓ લેવી જરૂરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
