**દિલ્હીમાં પંચાયતથી પાર્લામેન્ટ કાર્યક્રમમાં સંજેલી તા.પં.ના મહિલા પ્રમુખ અરુણાબેન પલાસ સભ્ય તરીકે જોડાયા** - At This Time

**દિલ્હીમાં પંચાયતથી પાર્લામેન્ટ કાર્યક્રમમાં સંજેલી તા.પં.ના મહિલા પ્રમુખ અરુણાબેન પલાસ સભ્ય તરીકે જોડાયા**


**દિલ્હીમાં પંચાયતથી પાર્લામેન્ટ કાર્યક્રમમાં સંજેલી તા.પં.ના મહિલા પ્રમુખ અરુણાબેન પલાસ સભ્ય તરીકે જોડાયા**

/ દિલ્હી સવિંધાન ભવનના સેન્ટ્રલ હોલ ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી, જન્મ જયંતી નિમિતે યોજાયેલ પંચાયતથી પાર્લામેન્ટ 2.0 કાર્યક્રમમાં સંજેલી તાલુકા પંચાયતની ચૂંટાયેલી આદિવાસી સમાજની મહિલા પ્રમુખ અરુણાબેન પલાસ દ્વારા પોતના વિસ્તારનો પ્રતિનિધિત્વ કર્યો હતો. લોકસભાના અધ્યક્ષના અધ્યક્ષ સ્થાને દિલ્હી સંવિધાન ભવનના સેન્ટ્રલ હોલ ખાતે ભગવાન બિરસામુંડાની 150મી, જન્મ જયંતિ નિમિતે પંચાયતથી પાર્લામેન્ટ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી આદિવાસી સમાજની ચૂંટાયેલી મહિલા સભ્યોઓએ પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આદિવાસી સમાજની પરંપરા મુજબ વેશભુષા (લૂગડાં)નો પેહેરવેશ ધારણ કરીને પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ તેઓએ મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુ સાથે રાષ્ટ્રપતિ ભવન ખાતે મુલાકાત લીધી હતી તેમજ શ્રીમતી વિજયા રહાટકર,શ્રીમતી અન્નાપુર્ણા દેવી ,શ્રી ઓમ બિરલાજી સાથે લોકસભા ભવન ખાતે મુલાકાત લીધી હતી


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.