અમદાવાદ ભારે વરસાદથી જળબંબાકાર, ઉસ્માનપુરામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/z2l04dhnmr9bscfs/" left="-10"]

અમદાવાદ ભારે વરસાદથી જળબંબાકાર, ઉસ્માનપુરામાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ


અમદાવાદના અનેક વિસ્તારમાં શુક્રવારે વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં માત્ર 2 કલાકની અંદર જ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં 1.5 ઇંચથી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

અમદાવાદના ઉસ્માનપુરામાં માત્ર 2 કલાકમાં જ 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રખિયાલ, ગોમતીપુર, ઓઢવ, વિરાટનગર, રામોલ અને વસ્ત્રાલમાં માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં અનારાધાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદને પગલે અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળી હતી. ભારે વરસાદને પગલે મીઠાખળી અને અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતા તેને બંધ કરવા પડ્યા હતા.

અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદની વાત કરીએ તો રખિયાલમાં 5 ઇંચ, ઓઢવમાં 4 ઇંચ, વિરાટનગરમાં 4 ઇંચ, પાલડીમાં 2 ઇંચ, ઉસ્માનપુરામાં 6 ઇંચ, ચાંદખેડામાં 2 ઇંચ, બોડકદેવમાં 2.5 ઇંચ, સાયન્સ સીટીમાં 1.5 ઇંચ, ગોતામાં 1.5 ઇંચ, સરખેજમાં 1.5 ઇંચ, ગોળલીમડામાં 3 ઇંચ, મેમ્કોમાં 3.5 ઇંચ, દૂધેશ્વર 2.5 ઇંચ, મણિનગરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

અમદાવાદમાં વરસાદને પગલે કેટલીક જગ્યાએ ભૂવા પડવાની ઘટના પણ સામે આવી હતી જેમાં અનેક કાર અંદર દટાઇ ગઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]