રાજકોટ મેટોડામાં ભુવા સહિત ૪ સાગ્રીતોનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા ૧૦ વર્ષથી ચાલતી ધતિંગલીલા,
રાજકોટ શહેર તા.૧૭/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મેટોડા GIDC વિસ્તારમાં તંત્રવિદ્યા, વિધિ-વિધાન, બેઠક માટે આવેલ રાજકોટનો ભુવો મહેશ મનજીભાઈ વાળાની ધતિંગલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે મેટોડા પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૬૪ મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુવાની ૧૦ વર્ષની કપટલીલાના પર્દાફાશમાં ભુવો આંકડાનો જુગારી નીકળ્યો હતો. ભુવાનો નગ્ન વિડીયો વાયરલ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. બનાવની વિગત પ્રમાણે જાથાના કાર્યાલયે પીડિત દંપતિએ આપેલી હકિકતમાં ભુવો મહેશ હરિધવા મેઈન રોડ, નવનીત હોલવાળી શેરી, મોરારીનગર-૩ "મા મસાણી” ઘરમાં માતાજીનો મઢ રાખી બાનુ પહેરી લોકોના દુઃખ-દર્દ, દોરા-ધાગા, નિવારણ વિધિ, બેઠક રાખી ધૂણીને ઉપચારનું કામ કરે છે. બેઠકમાં સાગ્રીતો સાથે આવીને દાણા જોઈ વિધિના રૂા.૫૧૦૦ વસુલે છે. વાયણું વાળવા માટે ૨૧૦૦૦ હજારથી ૧ લાખની વિધિ જણાવે છે. પરિવારમાં અંદરો-અંદર ઝઘડા કરાવવા, સ્મશાનમાં વિધિ, દોરા બાંધવા, યેનકેન છેતરપિંડી આચરે છે. પિડીતાના ઘરે જઈ બે પાકીટ સીગારેટ, ગુલાબનો હાર, આગતા-સ્વાગત જોવાના રૂપિયા સાથે સ્પે. વાહનનું ભાડું વસુલે છે. ઉતારની વિધિમાં ભય-ડર બતાવી મોટી રકમ પડાવે છે. પીડિત દંપતિએ રૂપિયા ૪૫ હજારની છેતરપિંડીનો ભોગ બન્યાની હકિકત આપી હતી. ભુવાના ચક્કરમાં પોતે વ્યાજના ચક્કરમાં ફસાયાની સાથે દયનીય આપવિતી જણાવી હતી. જાથાને જરૂરી આધાર-પુરાવા આપ્યા હતા. ભોગ બનેલાની નામાવિલ આપી હતી. જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ માહિતીના આધારે ખરાઈ કરવા ડમી માણસોને મોકલતા હકિકત સત્ય સામે આવી હતી. પર્દાફાશ કરવાનું નક્કી થયું હતું. ભુવા મહેશને બેઠક માટે મેટોડા GIDC વિસ્તારના અંજલિ પાર્ક પાસે બોલાવવાનું નક્કી થયું. ભુવાએ ફૂલહાર, સીગારેટના પાકીટ પાંચ વ્યક્તિ, ગાડીનું ભાડું સહિત રૂ.૭,૦૦૦ સાત હજાર તૈયાર રાખવાની વાત કરી સમય તારીખ આપ્યા હતા. જાથાના પંડયાએ પર્દાફાશાં પોલીસ બંદોબસ્ત માટે મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ, IGP રાજકોટ રેન્જ, જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી માંગણી મુજબ મેટોડા પોલીસ સ્ટેશનને જરૂરી સુચના મોકલવામાં આવી હતી. મેટોડા પોલીસ સ્ટેશનમાંથી P.I એસ.એચ.શર્માએ હેડ કોન્સ્ટે. યુવરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટે. હિતેશભાઈ રણછોડભાઈ, મહિલા કોન્સ્ટે. ધર્મિષ્ઠાબેન પ્રવિણભાઈ અને દર્શનાબેન પટેલને જાથાના બંદોબસ્ત માટે ફાળવી દીધા. રાજકોટથી ભુવો મહેશ વાળા તેના સાગ્રીતો ધીરજ વીરજી બગડા, બ્રિજરાજસિંહ જાડેજા, ધર્મેશ હરેશભાઈ, હરેશ સોલંકી મેટોડા દાણા પાડવાની બેઠક માટે રવાના થયા. વિધિ માટેનું રહેઠાણ સુસજજ રાખવામાં આવ્યું. જાથાના ચેરમેન જયંત પંડયાના વડપણ હેઠળ બાલસરના નિર્મળ મેત્રા, વીરડા વાજડીના દિનેશ હુંબલ, રાજકોટથી રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, રમેશ પરમાર ભુવાના પર્દાફાશ માટે મેટોડા પોલીસ સ્ટેશને પહોંચી ગયા. મેટોડામાં વિધિ કરવામાં ભુવાએ ૩ કલાક મોડું કર્યું. ઘરમાં દાણાની પાટ નાખવામાં આવી અને સાગ્રીતો સાથે ભુવાએ વિધિ શરૂ કરી. પુરાવા આવી જતા મેટોડા પોલીસ સ્ટાફ સાથે જાથાની ટીમ પહોંચી. જાથાના પંડયાએ પરિચય આપી ભુવાને કીધું કાયમી ધતિંગ બંધ કરાવવા આવ્યા છીએ. ભુવા મહેશ અને સાગ્રીતોને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા. ભુવો મહેશ વાળાના હોંશ-કોંશ ઉડી ગયા હતા. તેવામાં ભુવો આંકડાનો જુગાર રમતો હતો. ગોંડલથી આંકડા આવતા હોવાનું બહાર આવ્યું હતું. ભુવાના મોબાઈલમાં ગિરીશ વાળા સહિતના નામો ખુલ્યા હતા. લગ્ન પહેલાનો નગ્ન વિડિયો સામે આવ્યો હતો. સ્મશાનમાં વિધિ-વિધાન કરતો હોવાનું ખુલ્યું હતું. પીડિતાએ બધાની વચ્ચે ભુવાને લાફો માર્યો હતો. મહિલા પોલીસે અટકાવેલ. ભુવાને ખરે સમયે માતાજી કે કોઈ શક્તિ મદદે આવ્યું ન હતું. ભુવા મહેશ વાળાએ આંકડાનો જુગાર રમતો હોવાનું સ્વીકારી, નગ્ન હાલતમાં વિડીયોની ચોખવટ કરી હતી. પીડિતાના રૂપિયા પરત આપવાની બાંહેધરી આપી હતી. કાયમી ધતિંગલીલાની બંધની ખાત્રી આપી હતી. કબુલાતનામામાં હું ભુવા મહેશ મનજી વાળા, બાબરીયા મેઈન રોડ, મોરારીનગર-૩ માં રહું છું, રીક્ષા ચલાવું છું. લોકોના દુઃખ-દર્દ મટાડવાનું કામ કરું છું. ધતિંગલીલા બંધની કાયમી જાહેરાત કરું છું. લોકોની માફી માગુ છું. ભુવા સાથે આવેલા સાગ્રીતો ધીરજ વીરજી બગડા, બ્રિજરાજસિંહ જાડેજા, ધર્મશ હરેશભાઈ, હરેશ સોલંકીએ માફી માંગી બેઠકમાં દાણા જોવામાં હાજરી આપીશું નહિ તેવી ખાત્રી આપી હતી. વિજ્ઞાન જાથાનો ૧૨૬૪ મો સફળ પર્દાફાશમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા, મેટોડા પોલીસ સ્ટેશનનો આભાર માન્યો હતો. જાથાના દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, અંકલેશ ગોહિલ, રમેશ પરમાર, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી, પ્રકાશ મનસુખભાઈ, ભાનુબેન ગોહિલે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી અને પોલીસ સ્ટાફમાંથી યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઈ રાઠોડ, ધર્મિષ્ઠાબેન પ્રવિણભાઈ, દર્શનાબેન પટેલ પર્દાફાશની કામગીરીમાં જોડાયા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
