પાંચ કુરિવાજોને કેવી રીતે દૂર કરવા તે અંગે વાળંદ સમાજ ના શ્રી ભાઈલાલભાઈ દ્વારા સમજણ અપાઈ.
પાંચ કુરિવાજોને કેવી રીતે દૂર કરવા તે અંગે વાળંદ સમાજ ના શ્રી ભાઈલાલભાઈ દ્વારા સમજણ આપવામાં આવી હતી.
મરણના કુરિવાજો પર આજે ધોલેરા તાલુકાના વાળંદ સમાજના નાઈ બંધુ વિકાસ પરિષદ ના પ્રમુખ શ્રી ભાઈ લાલભાઈ સોલંકી દ્વારા ધંધુકા તાલુકાના આકરૂં ગામના રસિકભાઈ બચુભાઈ ચાવડા ના માતૃશ્રી સ્વ : કાન્તાબેન બચુભાઈ ચાવડા નું આજે ઉત્તર ક્રિયા નિમિત્તે વાળંદ સમાજ મળેલ અને સમાજમાં રહેલા કુરિવાજોને કેવી રીતે દૂર કરવા તે અંગે ધંધુકા ધોલેરા તાલુકાના વાળંદ સમાજના પ્રમુખ શ્રી ભાઈલાલભાઈ સોલંકી દ્વારા સુંદર મજાના વિચાર રજૂ કરવામાં આવ્યા અને ભાલ બાવન વાળંદ સમાજ દ્વારા જે પાંચ નિયમ જેવા કે મરણ પ્રસંગે વાસણ પ્રથા ને દૂર કરવી તથા મરણ પ્રસંગે 100 રુપિયા ફરજિયાત લખાવા તેમજ મરણ પ્રસંગે મીઠાઈ ન રાખતા ફક્ત સાદુ ભોજન રાખવું તથા કોઈની ખબર કાઢવા જઈએ ત્યારે તેના ઓશિકા નીચે યથાશક્તિ રકમ મૂકીને આવીશુ અને કાણ મુકવા જવાની પ્રથા ઉપર પ્રતિબંધ મુકીશું આવા પાંચ નિયમોની ખુબ સુંદર રીતે રજૂઆત કરવામાં આવી આ પ્રસંગે રસિકલાલ ચાવડા ના પરિવારે વાસણ પ્રથા અને તીલાંજલિ આપી તથા તેમની બહેનો હંસાબેન અને મંજુબેને પણદોહીતર પ્રથાને પણ તિલાંજલિ આપી સમાજને એક નવો રાહ સિંધવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે સમગ્ર વાળંદ સમાજ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આવી રીતે સમગ્ર વાળંદ સમાજ ગુજરાત આ પાંચ નિયમોને અપનાવીને સમગ્ર સમાજને ઉન્નત માર્ગે લઈ જવાનું પ્રયત્ન કરે તેવી અપીલ કરવામાં આવી છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.