વાવના ઢીમા ગામે દલિત સમાજના ફાળાથી કરાયેલ કામને મનરેગા યોજનામાં ઉધારતાં અનેક સવાલો.?? કૌભાંડમાં મનરેગા APO અજાણ કે પછી સાંઠ-ગાંઠ.??
વાવ તાલુકાના ઢીમા ગામે દલિત સમાજની સ્મશાન ભૂમિમાં ઝાડી કટિંગ માટે એક એક ઘરેથી 400 રૂપિયા ઉઘરાવ્યા હતા, અને કામ કરાયું હતું, જ્યારે મનરેગા વિભાગ દ્વારા એકજ પરિવારના જોબકાર્ડ પર મસ્ટરરોલ કાઢીને ખોટી રીતે મજૂરીની રકમ ફાળવી દેવાઈ છે તેમ ઢીમા ગામના દલિત સમાજના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું, અને 96 ઘરમાંથી એક જ પરિવારને મનરેગા કામની મજૂરીના રૂપિયા મળ્યા,એક જ પરિવારને મનરેગા કામની મજૂરી મળી હતી તેવા ગામલોકો દ્વારા આક્ષેપો કરાયા હતા.
ત્યારે આ બાબતે મનરેગા વિભાગના APO સહિતના કર્મચારીઓ જાહેરહિતના કામમાં કેમ એક જ પરિવારના લોકોના નામોના મસ્ટરરોલ ચલાવી એક જ પરિવારને મજૂરી આપી હશે.? જે કામ સમાજના ફાળાથી કરવામાં આવ્યું છે,તે કામ મનરેગા વિભાગમાં કઈ રીતે થયું.?? શુ તેઓએ કમિશન લઈને આમ થવા દીધું હશે કે કેમ.? એવા આમ જનતામાં સવાલો ઉઠવા પામ્યા હતા, જો કે આ બાબતે જે તે ગામના તલાટી સરપંચની પણ જવાબદારી બને છે તો તેમણે પણ આમાં ક્યાંક ચા-પાણી કર્યા હોય તેવું લાગી રહ્યું છે.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
