ગિરિરાજ ધરણ કી જય ના નાદ સાથે ૧૦ ડિસેમ્બરે રાજકોટ થી નાથદ્વારા પદયાત્રાનો પ્રારંભ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yzymjxbzflkzvrak/" left="-10"]

ગિરિરાજ ધરણ કી જય ના નાદ સાથે ૧૦ ડિસેમ્બરે રાજકોટ થી નાથદ્વારા પદયાત્રાનો પ્રારંભ


એવું. શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારૂં છે......જેના નામ સ્મરણ માત્રથી આ કળિયુગમાં સમગ્ર મનુષ્યોના દુઃખદર્દ દૂર થાય છે. સદાય પ્રેમનો દરીયો જ્યાં ઘૂઘવે છે એવા કરૂણાનિધાન શ્રીનાથજી પ્રભુના પગપાળા દર્શન કરવા શ્રી વમ પદયાત્રા સંઘ દ્વારા રાજકોટથી શ્રીનાથજી (રાજસ્થાન) ધામે પદયાત્રાનું નાયોજન કરેલ છે. તા. ૧૦-૧૨-૨૨ ને શનિવારના રોજ પ્રારંભ ધનાર અંદાજે ૫૫૦ કિ.મી.ની અને ૧૫ દિવસની આ પદયાત્રા સંપૂર્ણપણે વિનામૂલ્યે પોજવામાં આવેલ છે તેમ શ્રી વાભ પદયાત્રા સંઘના આયોજક કિશોરભાઈ બુદ્ધદેવ દ્વારા દરેક વૈષ્ણવ ભાઈ-બહેનનો. પદયાત્રામાં જોડાવવા માટેનું નિમંત્રણ આપવામાં આવે છે.

શ્રીનાથજી બાવામાં આસ્થા વધે અને જે કોઈ વૈષ્ણવો સંકલ્પ કરેલ હોય તેની મનોકામના પૂરી થાય તેવા શુભ આથી ૧૬માં વર્ષે રાજકોટથી શ્રીનાથજી પદયાત્રાનું આયોજન કરેલ છે. અંદાજે ૫૫૦ કિ.મી.ની આ પદયાત્રા રાજકોટથી તા. ૧૦-૧૨- ૨૨ ને શનિવારે શરૂ થઈ ચોટીલા, લીંબડી, બગોદરા, અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર, શામળાજી, ખેરવાડા, ઉદયપુર, એકલીંગજી ઈને તા. ૨૫-૧૦-૨૨ ને રવિવારના રોજ શ્રીનાથજી પહોંચશે. દરેક પદયાત્રિક વૈષ્ણવભાઈઓ તથા બહેનો શ્રીનાથજીમાં બે દિવસનો મુકામ કરશે અને શ્રીનાથજી પ્રભુના દર્શનનો અનેરો અને અનન્ય

લાભ લેશે. શ્રીનાથજી સુધીની ૧૫ દિવસની પદયાત્રામાં દરેક વૈષ્ણવોને સવારે ચા-નાસ્તો બપોરે અને રાત્રિના ભોજનની વ્યવસ્થા તથા રસ્તામાં મળવા આવનાર સગા-સંબંધી તથા મિત્રો સ્નેહીની પ્રસાદની વ્યવસ્થા તથા રસ્તામાં દરેક સ્થળોએ રાત્રિ રોકાણની વ્યવસ્થા તથા રસ્તામાં પ્રાથમિક જરૂરિયાતની મેડિકલ વ્યવસ્થા તેમજ દરેક વૈષ્ણવોને શ્રીનાથજીમાં બે દિવસ રહેવા તથા જમવાની વ્યવસ્થા શ્રી વાભે પદયાત્રા સંઘના આયોજકો દ્વારા વિનામૂલ્યે કરવામાં આવનાર છે.

આધોજનને સફળ બનાવવા માટે શ્રી વાબ પદયાત્રા સંઘના આયોજક કિશોરભાઈ બુદ્ધદેવ, મહેશભાઈ કેસરા જામનગર, જીગરભાઈ ભગદેવ, શશીભાઈ બુદ્ધદેવ, ચેતનભાઈ વાગડીયા, જીતુભાઈ સોની, નાગરદાસ કાનાણી ખંભાળીયા, અરવિંદભાઈ અનીડાવાળા વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. જામનગર તથા જામનગરની આજુબાજુના ગામમાંથી રાજકોટથી શ્રીનાથજી વિનામૂલ્યે પદયાત્રામાં આવવા માગતા ભાઈઓ તથા બહેનોએ જામનગરના મહેશભાઈ કંસારા મો.નં. ૭૦૬૪૨૧૬૪પ ઉપર સંપર્ક કરવા આયોજક દ્વારા જણાવવામાં આવે છે. પદયાત્રાની વધુ વિગત જાણવા માટે સંઘના આયોજક કિશોરભાઈ બુદ્ધદેવ મો. ૯૮૨૫૦૭૫૨૧૯ શ્રી વાભે પદષાત્રા સંપ, પટેલ આઈસ્ક્રીમ, અમીન માર્ગ ઉપર સાંજે ૪થી ૬ રૂબરૂ સંપર્ક કરવો તેમ આયોજકો દ્વારા જણાવવામાં આવે છે.

અહેવાલ - નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]