સુરેન્દ્રનગરમાં ડીમોલિશન દરમ્યાન ઓરડીના માલિકે કોર્ટનો સ્ટે રજુ કરતા કામગીરી સ્થગિત કરાઇ.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કોઝવે પાસે આવેલી ભોગાવો નદીના કાંઠે આવેલી જમીન પર છેલ્લા 30 વર્ષ કરતા પણ વધુ સમયથી મહેબુબ ભાઈ રહેમાનભાઈ ભટ્ટી કબ્જો ધરાવે છે અને આ જમીન પર ઓરડીઓ બનાવી તેમાં પરિવારજનો સાથે વસવાટ કરે છે જે મામલે તેઓએ વર્ષ 2019માં ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી જેના ભાગરૂપે હાઈકોર્ટ દ્વારા આ જગ્યા ખાલી કરાવતા પહેલા અન્ય જગ્યાએ જગ્યા આપવાનો હુકમ કર્યો હતો પરંતુ તેમ છતાંય સ્થાનિક તંત્ર દ્વારા અન્ય જગ્યાએ જગ્યા ફાળવવામાં આવી નહોતી જે મામલે જગ્યા પરનું દબાણ દુર કરવા નોટિસ પાઠવવામાં આવી હતી અને તેના ભાગરૂપે મામલતદાર તેમજ જોરાવરનગર પોલીસ ટીમ દ્વારા જમીન પરનો કબ્જો હટાવી કરેલું બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન અરજદાર મહેબુબભાઈ એ મામલતદાર સાથે કબ્જો ખાલી નહિ કરવા મૌખિક વાતચીત કરી હતી પરંતુ મામલતદાર સહીત ટીમ દ્વારા કોઈ જ રજૂઆત સાંભળવામાં આવી નહોતી અને અરજદારે કરેલી પાંચ ઓરડીઓ પૈકી બે ઓરડીઓને જેસીબી વડે તોડી પાડવામાં આવી હતી જો કે અરજદારે કોર્ટનો હુકમ તેમજ સ્ટે રજૂ કરતા ચાલુ ડિમોલેશનની કામગીરી અટકાવી હતી અને મામલતદાર તેમજ પોલીસની ટીમને કામગીરી અધુરી રાખી પરત જવાનો વારો આવ્યો હતો જે મામલે કબ્જો ધરાવનાર શખ્સે તંત્ર સામે આક્ષેપ કર્યા હતા અને કોર્ટનો હુકમ હોવા છતાં બે ઓરડીઓ તોડી પાડવા મામલે રોષ દાખવી આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી હતી સ્ટે હોવા છતાં પણ એક હોડી ઉપર ડિમોલેશન ચાલુ રાખી અને પાડી દેવામાં આવી હતી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા ત્યારે કાયદાની રુએ જ્યારે સ્ટે આપવામાં આવે છે ત્યારે કોઈપણ વ્યક્તિ કે કોઈપણ અધિકારી કે કોઈપણ સત્તાધિશો તેને હટાવી શકતા નથી આમ છતાં પણ તેની એક રૂમ સ્ટે ઓર્ડર આવ્યા છતાં પાડી દેવામાં આવી ત્યારે આ અંગેની કાર્યવાહી પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે અને સરકારી તંત્ર દ્વારા રાગ દોષ રાખી અને આ કામગીરી કરવામાં આવી હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે જ્યારે મહેબુબભાઇ ભટ્ટી ભાજપમાં પોતે સક્રિય હોવા છતાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે અનેક સવાલો પણ ઉત્પન્ન થયા છે અને આ કામગીરી દરમિયાન ધારાસભ્ય દ્વારા તેમના ફોન ઉપાડવામાં ના આવવાનું પણ હાલમાં ચર્ચામાં ચર્ચા રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.