સુરેન્દ્રનગર LCB પોલીસે જોરાવરનગર સુધારા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા. - At This Time

સુરેન્દ્રનગર LCB પોલીસે જોરાવરનગર સુધારા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા.


સુરેન્દ્રનગર એલસીબી ની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ચોક્કસ બાતમી મેળવી એલસીબી ટીમના પીઆઈ જે જે જાડેજા, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પીએસઆઇ એન એ રાયમા, શક્તિસિંહ ચૌહાણ, ધવલભાઇ પટેલ, પ્રવીણભાઈ કોલા, કિશનભાઇ ભરવાડ સહિત સમગ્ર ટીમ દ્વારા બાતમી આધારે જોરાવ નગર પોલીસ સ્ટેશનના બાયપાસ રોડ રતનપર રિલાયન્સ પેટ્રોલ પંપ સામેની શેરી સુધારા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા આરોપી રાજેન્દ્રસિંહ માધુભા પરમાર રહે રતનપર સુધારા પ્લોટ વિકી પેટ્રોલ પંપ પાસેની શેરી રાજકોટ બાયપાસ રોડ સુરેન્દ્રનગર, હૈદરભાઈ મહમદભાઈ મોલા રહે રતનપર સુધારા પ્લોટ રીતે પેટ્રોલ પંપ પાસેની શેરી રાજકોટ બાયપાસ રોડ સુરેન્દ્રનગર, અમીરભાઈ કરીમભાઈ મોવર રહે મીળીયા માણેક વાંઢ સંઘના પેટ્રોલ પંપ ની ચોકડી પાસે માળીયા મોરબી, ગફારભાઈ અહમદભાઈ જેડા રહે રતનપર સુધારા પ્લોટ સર્કિટ હાઉસ સામે રાજકોટ બાયપાસ રોડ સુરેન્દ્રનગર, ઈકબાલભાઈ રહીમભાઈ કટિયા રહે મિયાણાવાડ શેરી નંબર 2 પોસ્ટ ઓફિસ પાછળ ટાવર પાસે સુરેન્દ્રનગર, જુમાભાઈ ઈકબાલભાઈ મોવર રહે રતનપર સુધારા પ્લોટ રીકી પેટ્રોલ પંપ પાસેની શેરી રાજકોટ બાયપાસ રોડ સુરેન્દ્રનગર વાળાઓને જુગાર રમતા રોકડા રૂ.18,550 તથા મોબાઇલ નંગ 5 કિ.રૂ.22,500 એમ કુલ મળીને કી.રૂ.41,050 ના મુદ્દામાલ સાથે તમામ આરોપીને જોરાવનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.