ભાયાવદરમાં સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો ભવ્ય કેમ્પ યોજાયો: કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓ બહોળી સંખ્યામાં ઉમટ્યા - At This Time

ભાયાવદરમાં સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો ભવ્ય કેમ્પ યોજાયો: કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓ બહોળી સંખ્યામાં ઉમટ્યા


દિવ્યાંગ માટે સાધન વ્યવસ્થા અને વિદ્યાર્થિનીઓ માટેના હિમોગ્લોબિન તપાસ સહિતનું ખાસ આયોજન

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૩, ઉપલેટાના ભાયાવદર ગામની એચ.એલ.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એક સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ આ કેમ્પની અંદર સારવાર તેમજ દવાઓ અને દિવ્યાંગો માટેની સાધન સામગ્રીની વિતરણ માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે આ કેમ્પનો લાભ લેવા માટે ભાયાવદર તેમજ આસપાસના લોકો અને દર્દીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને એક જ જગ્યા ઉપર અનેક સારવાર અને સુવિધાઓ મળતા દર્દીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.

ભાયાવદર ખાતે યોજાયેલ આ કેમ્પનું આયોજન ઉપલેટાની શ્રી માનવસેવા અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ, શ્રી કડવા પટેલ સમાજ નોર્થ અમેરિકા ઉપરાંત નારાયણ સેવા સંસ્થા આયોજિત આ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક તેમજ દેશ વિદેશના પ્રખ્યાત અને ખ્યાતનામ તબીબો દ્વારા આ કેમ્પની અંદર પોતાની માનદ સેવાઓ આપવામાં આવી હતી ત્યારે આ કેમ્પનો લાભ લેવા બહોળી સંખ્યામાં બાળકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, પુરુષો અને વૃદ્ધો સહિતના સૌ કોઈ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

આ કેમ્પનું શુભારંભ વિધિવત રીતે ઉપસ્થિત મહેમાનો, આગેવાનો અને ટ્રસ્ટીઓ સહિતના સૌ કોઈએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી અને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે આ કેમ્પની અંદર દર્દીઓ માટે ઓ.પી.ડી. તેમજ દવાઓ અને જરૂરિયાત જણાય તે તમામ દર્દીઓ માટે સારવારની અને ખાસ કરીને દિવ્યાંગ દર્દીઓ માટે સાધન સામગ્રીની વ્યવસ્થા થઈ શકે અને આપવામાં આવે તે પ્રકારની પૂરતી વ્યવસ્થા આ કેમ્પની અંદર કરવામાં આવી હતી.

આ સાથે જ આ કેમ્પની અંદર વિદ્યાર્થીનીઓ માટે હિમોગ્લોબીન તપાસની વ્યવસ્થા તેમજ જે વિદ્યાર્થીની માં વીમોગ્લોબિન ની કમી જણાય તેમને મેડિસિનની સુવિધા આપવામાં આવી હતી સાથે સાથે જ આ વિદ્યાર્થીઓને સેનેટરી પેડની વિતરણ માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે જ વિદ્યાર્થીનીઓને પડતી સમસ્યાઓ અને મુશ્કેલીઓ અંગેની પણ બાબતોની જાણ વિદ્યાર્થીનીઓને કરી અને માહિતગાર કરવામાં આવી હતી ત્યારે આ કેમ્પની જેમ જ ઉઠાવવામાં ટ્રસ્ટીગણ તેમજ કોલેજના તમામ સ્ટાફે ઉઠાવી હતી અને સફળતાપૂર્વક આ કેમ્પને આયોજન કર્યા બાદ તમામ સેવાઓને સુવિધાઓ પૂરી પાડી આનંદની લાગણી અનુભવી હતી.

તસવીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon