રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદી-જુદી સ્કુલો, લાઈબ્રેરી વગેરે કુલ-૮૧ જગ્યાએ યોગ કાર્યક્રમની ઉજવણી કરાઈ.
રાજકોટ શહેર તા.૨૧/૬/૨૦૨૨ ના રોજ “વિશ્વ યોગ દિન” નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ, નાનામવા સર્કલ પાસેના ગ્રાઉન્ડ, પૂ.રણછોડદાસ બાપુના આશ્રમ સામેનું ગ્રાઉન્ડ, જુદી-જુદી સ્કુલો, લાઈબ્રેરી વગેરે કુલ-૮૧ જગ્યાએ યોગ કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. આ અવસરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકના મૈસુરના પેલેસ ખાતેથી ઉદબોધન કરેલ હતું. માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉદબોધન કરતા જણાવેલ કે યોગ આજે વૈશ્વિક પર્વ બની ચૂક્યું છે. આજે યોગ વિશ્વના ખૂણે-ખૂણે પહોંચેલ છે. કરોડો લોકોએ યોગને પોતાના જીવનનો હિસ્સો બનાવેલ છે. અત્યારે ભારત ૭૫ મો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે દેશના ૭૫ ઐતિહાસિક સ્થળો અને શહેરો સહિત સમગ્ર દેશમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. અગાઉ આપણે માત્ર યોગની તસ્વીરો નિહાળતા હતા. હવે ખરા અર્થમાં હકીકત બનેલ છે. માનવ સભ્યતા અને માનવતા માટે યોગ આશીર્વાદરૂપ છે. યોગ વ્યક્તિને શારીરિક અને માનસિકરૂપથી સ્વસ્થ બનાવે છે. યોગ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. યોગથી સમગ્ર દેશ એક બન્યો છે. સેન્ટ્રલ ઝોન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે માન.પૂર્વ રાજ્યપાલ-કર્ણાટક વજુભાઈ વાળા, મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર કોર્પોરેટર મનિષભાઈ રાડીયા, નિલેશભાઈ જલુ તેમજ આર્ટ ઓફ લિવિંગના સિનીયર દિપક પંજાબી તથા તેમની ટીમ રાજકોટ મહાનગરપાલિકાના ડે.કમિશનર સી.કે.નંદાણી, મ્યુનિ.સેક્રેટરી ડૉ.એચ.પી.રૂપારેલીઆ, આસી.કમિશનર હર્ષદ પટેલ, વાસંતીબેન પ્રજાપતિ, ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા, ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર, ઠેબા, સિટી એન્જીનિયર વાય.કે.ગોસ્વામી, અલ્પના મિત્રા, હેમેન્દ્ર કોટક તથા બી.ડી.જીવાણી, ડે.એન્જીનિયર એસ.એસ.ગુપ્તા, આસી.મેનેજર ઉનાવા, અમિત ચોલેરા, દિપેન ડોડીયા, વોર્ડ ઓફિસર્સ, સુરક્ષા અધિકારી ઝાલા, જય ગજ્જર સહિતના અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો વગેરે ઉપસ્થિત રહેલ. વેસ્ટ ઝોન ખાતે નાનામવા સર્કલ પાસેના ગ્રાઉન્ડ ખાતે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પુજારા, મંત્રી રઘુભાઈ ધોળકીયા, ડે.કમિશનર એ.આર.સિંહ, કોર્પોરેટર રણજીતભાઈ સાગઠીયા, વિનુભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, નરેન્દ્રસિંહ વાઘેલા, અશ્વિનભાઈ પાંભર, જીતુભાઈ કાટોળીયા, ભાનુબેન બાબરીયા, મિતલબેન લાઠિયા, ડૉ.દર્શનાબેન પંડ્યા, લીલુબેન જાદવ, તેમજ ભાજપ અગ્રણી મનહરભાઈ બાબરીયા, પ્રવિણભાઈ સેગલીયા, કાથડભાઈ ડાંગર ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, સિટી.એન્જી. ગોહિલ, પર્યાવરણ ઈજનેર પરમાર, આસી.મેનેજરશ્રીઓ, વોર્ડ ઓફિસર તથા અન્ય કર્મચારીઓ, પતંજલિના યોગગુરૂઓ, શહેરના નગરજનો, વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. ઈસ્ટ ઝોન પૂ.રણછોડદાસ બાપુ આશ્રમ સામેના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, એસ્ટેટ કમિટી ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંચનબેન સિદ્ધપુરા, વોર્ડનં.૪ના પ્રભારી દિપકભાઈ પનારા, મહામંત્રી કાનાભાઈ ઉઘરેજા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રાજેશ્રીબેન, મંત્રી મનીષાબેન સેરસીયા તથા નૈનાબેન, વોર્ડનં.૫ના પ્રભારી રમેશભાઈ અકબરી, શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ સોનલબેન ચોવટીયા, વોર્ડનં.૬ના મહિલા મોરચાના પ્રમુખ કિન્નરીબેન ચૌહાણ, સિટી.એન્જી.અઢીયા તથા અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેલ. પૂ.મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે દિવ્યાંગો અને યોગ એક્સપર્ટ બાળકો દ્વારા યોગનું સફળ આયોજન કરવામાં આવેલ. મુખ્ય મહેમાન તરીકે પૂ.મેયર રક્ષાબેન બોળીયા તથા ભાવનગર શહેર પ્રભારી અને સ્ટેન્ડીંગ કમિટી પૂર્વ ચેરમેન કશ્યપભાઈ શુક્લ ઉપસ્થિત રહેલ. તેમજ અહી જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના બાળકો તથા ટ્રસ્ટી અપુલભાઈ દોશી, રોહિતભાઈ કાનાબાર, અજયભાઈ લાખાણી, મિતેશભાઈ ગણાત્રા, પીનાબેન દવે ઉપસ્થિત રહેલ. તેમજ યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે જ્યોતિબેન પરમાર તેમજ આસી.મેનેજર બી.એલ.કાથરોટીયા, ડે.એમ.ઓ.એચ. ડૉ.હાર્દિક મહેતા ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર દીપ્તિબેન અગરિયાએ કરેલ. આ અવસરે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે કર્ણાટકના માન.પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાએ જણાવેલ કે વર્ષ ૨૦૧૪માં માન.નરેન્દ્રભાઈ મોદીએ યુનોમાં ૨૧ જુન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મુકેલ. જેના અનુસંધાને આજે વિશ્વભરમાં ૮માં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ભારતમાં દરેક યોગી બને, આસન એ યોગનો જ એક ભાગ છે. આસનમાં જુદા-જુદા ભાગો છે. જેમાં નિયમ, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, સ્વચ્છતા વગેરેના સંસ્કારોનું સિંચન થાય છે. ગમે તેટલી સંપતિ હોય છતાં આરોગ્ય સારું નહી હોય તો સંપતિનો ઉપયોગ કે ઉપભોગ નહી કરી શકીએ. જેથી તંદુરસ્ત શરીર માટે યોગ અને વ્યાયામ જરૂરી છે. આજે લગભગ ૧૭૦ જેટલા દેશોમાં આપણી સંસ્કૃતિ અને પદ્ધતિનું અનુકરણ કરાયું છે. યોગ દ્વારા તન અને મનને મજબુત બનાવો અને રાષ્ટ્રની એક એક વ્યક્તિ રાષ્ટ્રને મજબુત બનાવે છે. નબળા મનનો માનવી પગથિયા ચડી શકતો નથી જ્યારે મજબુત મનના માનવીને હિમાલય પણ નડતો નથી. “સર્વે સન્તુ સુખીના, સર્વે સન્તુ નિરામયા” તેમ અંતમાં પૂર્વ રાજ્યપાલએ જણાવેલ. આ પ્રસંગે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મેયર ડૉ.પ્રદિપ ડવએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, માન.નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૧ જુનનો દિવસ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. હિમાલયની ટોચ પરથી સમગ્ર દરિયાના વિસ્તાર સુધી સમગ્ર દેશમાં આજે યોગ દિનની ઉજવણી થઈ રહી છે. નિયમિત જીવનમાં યોગ કરી “યોગી બનો, નિરોગી બનો અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનો” તેમ અંતમાં મેયરશ્રીએ જણાવેલ. આ અવસરે નાનામવા સર્કલ પાસેના ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલએ ઉપસ્થિત સર્વેને જણાવેલ કે પ્રત્યેક ભારતીયનું એક સ્વપ્ન છે કે વિશ્વમાં ભારત વિશ્વગુરૂ બને. ૨૦૧૪માં નરેન્દ્રભાઈ મોદીએ ૨૧ જુનને યોગ વિશ્વ દિવસ ઉજવણી કરવા પ્રસ્તાવ મુકેલ. જે પ્રસ્તાવ યુનો દ્વારા સ્વીકૃત કરી આજે વિશ્વ યોગ દિવસના કારણે એક નવી પ્રતિભા ઉભી થયેલ છે. આપણા રૂષિમુનિઓ પણ યોગને પ્રાધાન્ય આપતા. “યોગ ભગાડે રોગ” એ ઉક્તિ પ્રમાણે દેશના પ્રધાનમંત્રી આપણા મૂળભૂત સંસ્કાર અને સંસ્કૃતિને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે. જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. દેશની જુદી-જુદી સંસ્થાઓ ભારતના તમામ નાગરિક સ્વસ્થ અને નિરોગી બને તે માટે યોગ માટે કામ કરી રહેલ છે. તેમ અંતમાં ગોવિંદભાઈ પટેલએ જણાવેલ. આ અવસરે નાનામવા સર્કલ પાસેના ગ્રાઉન્ડ ખાતે ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવેલ કે દેશના પ્રધાનમંત્રીએ સાચા અર્થમાં યોગને સ્વીકૃતિ આપી છે અને સમગ્ર વિશ્વએ તેને સ્વીકારેલ છે. દેશવાસીઓ માત્ર તનથી જ સ્વસ્થ નહિ, પરંતુ મનથી પણ તંદુરસ્ત રહે તે માટે યોગ જરૂરી છે. મહાનગરપાલિકા દ્વારા મુખ્ય ત્રણ સ્થળો સહિત કુલ ૮૧ જગ્યાએ યોગનું આયોજન કરેલ છે. તે બદલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને યોગ સાથે સંકળાયેલ તમામ સંસ્થાઓને અભિનંદન પાઠવેલ. આ પ્રસંગે પૂ.મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે શ્રી કશ્યપભાઈ શુક્લએ જણાવેલ કે ૨૧મી જુન યોગ દિવસ કોઈને કલ્પના પણ ન હોય કે ભારતની સંસ્કૃતિ વિશ્વના ખૂણે ખૂણે જશે. માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સત્તાનું સુકાન સંભાળેલ અને તેઓની કલ્પના હતી કે, ભારત વિશ્વગુરૂ બને જેનું પહેલું પગથિયું યોગ દિવસ છે. સમગ્ર વિશ્વમાં તેને સ્વીકૃતિ પ્રાપ્ત થયેલ છે. ભારતની સંસ્કૃતિની ઓળખ એવા યોગથી સમગ્ર વિશ્વમાં ભારત છવાયું છે. જ્યાં માનવ વસવાટ છે. ત્યાં આજે યોગ થઈ રહ્યા છે. યોગ એ આપણી સંસ્કૃતિ છે તેમજ આપણને આત્મબળ પુરૂ પાડે છે. અને તન મનને સ્ફૂર્તિલું બનાવે છે. કોરોના મહામારી બાદ તમામ વ્યક્તિઓએ યોગને મહત્વ આપેલ છે. યોગથી શરીરના હઠીલા રોગો દુર થાય છે. પ્રાણાયમ/કપાલ ભારતીથી શરીર ચુસ્ત થાય છે અને મેદસ્વિતા દુર થાય છે. વ્યક્તિના તન સાથે મન પણ મજબુત થાય છે. માન.નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરેલ છે. તાજેતરમાં યુક્રેન અને રશિયાના યુદ્ધ દરમ્યાન લોખંડી મનોબળ ધરાવતા માન.નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી ભારતના ફસાયેલા વિદ્યાર્થીઓને રશિયાના દબાણ વગર ભારત પરત લાવેલ છે. આજના દિવસે તમામ લોકો તન અને મનથી સમૃદ્ધ બને તેવી તેમણે શુભેચ્છા પાઠવેલ. આ અવસરે પૂ.રણછોડદાસ બાપુ આશ્રમ સામેના ગ્રાઉન્ડ ખાતે શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડએ જણાવેલ કે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોના આરોગ્ય માટે યોગ શ્રેષ્ઠ છે એ હકીકત ધ્યાને લઈ, ૨૭ નવેમ્બર, ૨૦૧૪ ના રોજ યુનો ખાતે યોગ દિવસની ઉજવણી માટે પ્રસ્તાવ રજુ કરેલ. જેને સ્વીકૃતિ મળતા વર્ષનો સૌથી લાંબો દિવસ યોગ દિવસની ઉજવણી માટે પસંદ કરાયો અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શરૂ કરાઈ. યોગથી લોકો તન મનથી સુદ્રઢ બને છે. વર્ષ ૨૦૧૫ થી બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આ સ્થળે યોગ દિનને અનુલક્ષીને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા યોગ નિદર્શન બ્રહ્મા કુમારી સંસ્થાના રેખાદીદી, અંજુદીદી તથા લક્ષ્મીદીદી દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ. આસી.મેનેજર બી.એલ.કાથરોટીયા દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.