વિછીયાના હાથસણીમાં વડેશ્વર મહાદેવ મંદિરે સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા લોક ડાયરો યોજાયો - At This Time

વિછીયાના હાથસણીમાં વડેશ્વર મહાદેવ મંદિરે સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા લોક ડાયરો યોજાયો


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
વીછીયા તાલુકાના હાથસણી ગામે વડેશ્રવર મહાદેવ મંદિર ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર ના સહયોગથી લોક ડાયરો યોજાયો હતો. જેમાં જાણીતા લોક ડાયરા ના કલાકારો દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી. જેમા ભજનિક અશોક ગોંડલીયા તેમજ સૌરાષ્ટ્ર પ્રસિદ્ધ કોકીલકંઠી દક્ષાબેન વ્યાસ અને અને પ્રસીધ્ધ સાહિત્યકાર ભીખાભાઈ વાઘેલા સહિતના નામાંકિત કલાકારો દ્વારા મોડીરાત સુધી ભજન અને લોકગીત અને સાહિત્ય ની રમઝટ બોલાવી હતી. જેમાં તાલુકા પંચાયત સદસ્ય તેમજ હાથસણી ગ્રામ પંચાયતના સરપંચ અને હાથસણી ગામના આગેવાનો ગ્રામજનો ધર્મપ્રેમી જનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને લોકડાયરા નો લાહો લઈ ધન્યતા અનુભવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.