*ચોરીનાં મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનાં બે ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
*ચોરીનાં મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનાં બે ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ*
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, પી.આર. સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *પી.આર.સરવૈયા પોલીસ સબ ઇન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાંઓને* કુલદિપ ધનજીભાઇ બોરીચા રહે. રામાપીરનાં મંદિર સામે,વણકરવાસ, નેસડા તા.શિહોર જી.ભાવનગરવાળાએ તેનાં રહેણાંક મકાને ફળીયામાં બે હોન્ડા શાઇન સાયકલ રાખેલ. જે બંને મોટર સાયકલ તે કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા હોય.જેથી તેનાં રહેણાંક મકાને આવતાં ફળીયામાંથી નીચે મુજબનાં મોટર સાયકલ મળી આવેલ.જે બંને મોટર સાયકલ અંગે તેની પાસે કોઇ આધાર પરમીટ નહિ હોવાથી શંકાસ્પદ મિલ્કત ગણી તપાસ અર્થ કબ્જે કરવામાં આવેલ. આ બંને મોટર સાયકલ પૈકી નંબર પ્લેટ વગરનું હોન્ડા શાઇન મોટર સાયકલ બે મહિના પહેલાં ક્રેસન્ટ સર્કલ તથા હોન્ડા શાઇન મોટર સાયકલ રજી.નંબર- GJ-04-BQ 0189 બોરતળાવ, બાલવાટીકા પાસેથી ચોરી કરીને ઘરે રાખીને વારાફરતી વાપરતો હોવાનું જણાવેલ. આ અંગે આગળની કાર્યવાહી થવા માટે શિહોર પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
*આરોપીઃ-* કુલદિપ ધનજીભાઇ બોરીચા ઉ.વ.૨૨ રહે.રામાપીરનાં મંદિર સામે,વણકરવાસ,નેસડા તા.શિહોર જી.ભાવનગર
*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
1. કાળા કલરનું લાલ-સીલ્વર પટ્ટાવાળું હોન્ડા કંપનીનું શાઇન રજી.નંબર- GJ-04-BQ 0189 મોટર સાયકલ કિ.રૂ.૪૦,૦૦૦/-
2. કાળા કલરનું લાલ-સીલ્વર પટ્ટાવાળું હોન્ડા કંપનીનું શાઇન રજી.નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ કિ.રૂ.૪૦,૦૦૦/- મળી *કુલ રુ.૮૦,૦૦૦/- નો મુદ્દામાલ*
*શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-*
1. ઘોઘા રોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૬૨૩૦૬૯૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ ૩૭૯ મુજબ
2. બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૩૦૩૨૭/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં ઘનશ્યામભાઇ ગોહિલ, મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, સંજયભાઇ ચુડાસમા, પ્રજ્ઞેશભાઇ પંડયા, હસમુખભાઇ પરમાર તથા નેત્રમ કંટ્રોલ રૂમ ટીમ વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.