પૂર્વમાં દિન પ્રતિદિન હિટ એન્ડ રન તથા અકસ્માતે મોતના બનાવો વધી રહ્યા છે - At This Time

પૂર્વમાં દિન પ્રતિદિન હિટ એન્ડ રન તથા અકસ્માતે મોતના બનાવો વધી રહ્યા છે


અસારવા ચમનપુરા કડીયાની ચાલીમાં રહેતા અને બાપુનગરમંાં હીરા ઘસવાનું કામ કરતા નગીનભાઇ રાયભણભાઇ પટણી (ઉ.વ.૩૫) ગઇકાલે ૧૨.૪૫ વાગે યુવક સાઇકલ લઇને અસારવા ચીમનલાલની ચાલી પાસેથી પસાર થતા હતા. આ સમયે ચમનપુરાથી ઓમ નગર તરફ પૂર ઝડપે ક્રોકિટ મિક્ષ્ચર ટ્રક જતુ અને યુવકની સાઇકલને ટક્કર મારતા યુવક ઉછળીને રોડ ઉપર પકટાયો હતો અને ટ્રકના વ્હીલ નીચે આવી જતાં કચડાવાના કારણે સ્થળ પર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં કાલુપુર બ્રિજ નીચે રામલાલની ચાલીમાં રહેતા હજરતબિલાલ ચાંદમોહમંદ ઘાંચી (ઉ.વ.૩૨)એ ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેેશનમાં બોલોરો જીપ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના મોટાભાઇ મોેહમંદદશરીફ (ઉ.વ.૪૬) ગઇકાલે સાંજે ચાર વાગે રિક્ષા લઇને કાલુપુર બ્રિજ ઉપર મુતરડી પાસે ઉભા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલા બોલોરો જીપના ડ્રાઇવરે ફરિયાદીને ભાઇને ટક્કર મારતાં તેઓને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. જેમનું શારદાબહેન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon