રાજકોટમાં કેરબામાં વેચાતા પાણીની ચકાસણીની ઝુંબેશ હાથ ધરાશે, પીવાલાયક પાણી નહીં હોય તો કાયદેસરની કાર્યવાહી કરાશે - At This Time

રાજકોટમાં કેરબામાં વેચાતા પાણીની ચકાસણીની ઝુંબેશ હાથ ધરાશે, પીવાલાયક પાણી નહીં હોય તો કાયદેસરની કાર્યવાહી કરાશે


ગત 20 માર્ચના રોજ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં બજારમાં વેચાતા પીવાના પાણીની ગુણવત્તા અંગે ખુદ શાસક પક્ષના કોર્પોરેટરોએ સવાલો ઉઠાવ્યા હતા. આરોગ્ય વિભાગને આડેહાથ લેતા કોર્પોરેટરોએ આવા યુનિટધારકો કોઈ નીતિ નિયમોનું પાલન કરે છે કે કેમ તે સવાલ કર્યા હતા. બાદમાં જનરલ બોર્ડના અધ્યક્ષ મેયર પ્રદિપ ડવે આરોગ્ય વિભાગને આવા યુનિટોની ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે હવે મ્યુનિ.ના ડેપ્યુટી કમિશનર આશિષકુમારે પણ આવા ધંધાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon