ખોડમના ખેડૂત ઇશ્વરભાઇને મળી સ્માર્ટફોન ખરીદી પર સહાય
ખેડૂતોમાં ડીઝીટલ સેવાનો વ્યાપ વધે તે માટે સરકારનો આવકાર દાયક પ્રયાસ છે.
-ઇશ્વરભાઇ પટેલ
*******************
આજનો આ યુગ કમ્પ્યુટર યુગ છે. પર્સનાલિટી ડેવલોપમેન્ટનો યુગ છે. ઇફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે. આજના આ આધુનિક યુગમાં સ્માર્ટફોન દુનિયામાં એકબીજા સાથે જોડાઇ રહેવા માટેનું માધ્યમ બની ગયુ છે. અત્યારે દરેક વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. આવા આધુનિક સમયમાં જગતનો તાત ગણાતા ખેડૂત આ સેવાથી વંચિત ન રહી જાય એ માટે સરકાર દ્વારા સ્માર્ટફોન ખરીદી પર સહાય શરૂ કરી છે.
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ વિભાગ દ્વારા ખેડૂતો વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકે તે માટે ikhedut portal બનાવેલ છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ખોડમ ગામના વતની ઇશ્વરભાઇ જોયતાભાઇ પટેલને સ્માર્ટફોન ખરીદી પર સહાયનો લાભ મળ્યો છે. ઇશ્વરભાઇ જણાવેલ કે હું ખેતીકામ કરુ છુ. મને સરકાર તરફથી સ્માર્ટફોનની ખરીદી પર રૂ. ૬,૦૦૦/- ની સહાય મળેલ છે. આ સહાય ઘણી ઉપયોગી થઇ છે. ખેડૂતોમાં ડીઝીટલ સેવાનો વ્યાપ વધે તે માટે સરકાર દ્વારા સ્માર્ટફોન ખરીદી પર સહાય શરૂ કરવામાં આવી છે.આ યોજના ખેડૂતો માટે બહુ લાભદાયક છે.
સંવેદનશીલ સરકાર હરહંમેશ ખેડૂતોના હિત માટે ચિંતિત રહી છે. સરકાર દ્વારા ખેડૂતોને ઉપીયોગી નિવડે તે માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવામાં આવી છે. જેનો ખેડૂતો લાભ લઇ રહ્યા છે.
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.