વઢવાણ તાલુકાના ઝાપોદર ગામે જુગારમાં વઢવાણ પોલીસના દરોડા
રોકડા રૂ.30,090 તથા મોબાઇલ નંગ 4 કિ.રૂ.8,500 તથા સી.એન.જી રીક્ષા કિ.રૂ.50,000 એમ કુલ મળીને કિ.રૂ.88,590 ના મુદ્દામાલ સાથે પાંચ ઈસમો ઝડપાયા.
જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત સાહેબની સૂચના મુજબ વઢવાણ સર્વલન્સ સ્ટાફને વઢવાણ ટાઉન તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સધન પેટ્રોલિંગ કરી દારૂ જુગારની હકીકત મેળવી કેસો કરવા સૂચના કરતા પી.એસ.આઈ ડી ડી ચુડાસમા,પો.હે.કો. પ્રદ્યુમનસિંહ ગંભીરસિંહ, રાજેન્દ્રસિંહ જેમુભા, કરણસિંહ રાયસંગભાઈ, વિજયસિંહ માલાભાઈ સહિત સમગ્ર ટીમ દ્વારા ખાનગી રહે બાતમી મળેલ કે સિધ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ રાણા ઝાપોદર બુટ ભવાનીમાના મંદિર પાસે પોતાના કબજા ભોગવટાવાળા રહેણાક મકાનના રૂમમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે નળ ઉઘરાવી તીન પત્તીનો જુગાર રમાડે છે જે હકીકત વાળી જગ્યાએ છાપો મારતા સિધ્ધરાજસિંહ ઉર્ફે ભઈલું મહેન્દ્રસિંહ રાણા દરબાર ઉ.29 ઝાપોદર, ફિરોજભાઈ હકીમભાઇ મોહાત ઘાંચી મુ.માન ઉ.46 ધોળીપોળ ચંદન ચોક વઢવાણ, ઇન્દ્રજીતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા દરબાર ઉ.45 ખેરાડી દરબારગઢ વઢવાણ, નિજામુદિન આદમભાઈ વારૈયા ઘાંચી મુ.માન ઉ.47 નવા દરવાજા અંદર હાથે ખાના પાસે વઢવાણ વાળાઓને રોકડા રૂ.30,090 તથા મોબાઇલ ફોન નંગ 4 કિ.રૂ.8,500 તથા સી.એન.જી. રીક્ષા કિ.રૂ.50,000 એમ કુલ મળીને કિ.રૂ.88,590 ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર પાંચેય ઈસમો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.