આજરોજ શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત LDC (લુઇસ ડ્રાઈફસ કંપની) ગુડગાવ ના આર્થિક સહયોગ થી બોટાદ અને અમરેલી જિલ્લાના નાવડા અને કલોરાણા ગામમાં "જાગૃતિ" નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ytee20fervq6kwwz/" left="-10"]

આજરોજ શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત LDC (લુઇસ ડ્રાઈફસ કંપની) ગુડગાવ ના આર્થિક સહયોગ થી બોટાદ અને અમરેલી જિલ્લાના નાવડા અને કલોરાણા ગામમાં “જાગૃતિ” નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો


*જાગૃતિ કાર્યક્રમ*

આજરોજ શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત LDC (લુઇસ ડ્રાઈફસ કંપની) ગુડગાવ ના આર્થિક સહયોગ થી બોટાદ અને અમરેલી જિલ્લાના નાવડા અને કલોરાણા ગામમાં "જાગૃતિ" નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.આ કાર્યક્રમ માં અતિથિ તરીકે તાલુકા બાગાયત અધિકારી આર. એમ.પટેલીયા સાહેબ, આત્માના બરવાળા તાલુકાના ટ્રેનર મહિપતસિંહ વાઘેલા,શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ ના સંચાલક શ્રી સંગીતાબેન દવે અને LDC કંપની માંથી પટેલ સતિષભાઈ ઉપસ્થિતિમાં વધુ સારી અને ટકાઉ કપાસની ખેતી તરફ પગલું,જેમાં કપાસમા ગુલાબી ઈયળના નિયંત્રણ માટે 3000 ફેરોમેન ટ્રેપનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમા 250 થી 300 ખેડૂતો ભાગ લીધો.

ઉપસ્થિત રહેનાર આર. એમ. પટેલીયા જે બાગાયત ખેતીમાં ચાલતી મુખ્ય યોજનાઓ થી માહિતગાર કર્યા.સંગીતાબેન દ્વારા સંસ્થા,કાર્યક્રમ નો પરિચય આપ્યો અને સંસ્થા દ્વારા ચાલવામાં આવતા બી.સી.આઈ.,ઓર્ગેનિક, વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ ની ચાઈલ્ડ હેલ્પ લાઈન વિશે માહિતી અને વુમન એમ્પાવર્મેન્ટ થી માહિતગાર કર્યા.આત્માના બરવાળા તાલુકાના ટ્રેનર દ્વારા ઓર્ગેનિક ખેતી વિશે માહિતી આપી.લુઈસ ડ્રાઈફસ કંપનીના પ્રતિનિધિ સતિષભાઈ પટેલ લુઈસ ડ્રાઈફસ વિશે અને ગુલાબી ઈયળથી થતા નુકશાનને ઓછું કરવાનાં ઉપાયો વિશે માહિતી આપી સાથે સાથે કપાસ ને કેવી રીતે ક્ન્ટામીનેશન ફી કરવું તેનાથી માહિતગાર કર્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]