બાલાસીનોર ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં હ્યુન્ડાઇ વેન્યુ ગાડીમાં લઇ જવાતો રૂ. ૦૨,૫૭,૦૦૦/- નો વિદેશી દારૂ તથા કુલ. રૂ. ૧૦,૭૭,૫૦૦/-નો મુદ્દામાલ ઝડયો
બાલાસીનોર ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં હ્યુન્ડાઇ વેન્યુ ગાડીમાં લઇ જવાતો રૂ. ૦૨,૫૭,૦૦૦/- નો વિદેશી દારૂ તથા કુલ. રૂ. ૧૦,૭૭,૫૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી.
પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબનાઓએ પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી. એમ.કે.ખાંટ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહિ વોચ તપાસમાં રહેલ.
જે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના આ.હે.કો. પંકજસિંહ પ્રુથ્વિસિંહ નાઓને બાતમી મળેલ કે લિંબડીયાથી વિરપુર થઇ બાલાસીનોર તરફ એક શંકાસ્પદ હ્યુન્ડાઇ વેન્યુ ગાડી આવી રહેલ છે અને તેની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે માહિતી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો દેવ ચોકડી ખાતે ખાનગી વાહનોમાં વોચમાં રહેલ દરમ્યાન બાતમી મુજબની વેન્યુ ગાડી આવતા સ્ટાફના માણસોએ બેરીકેટ રાખી સદર ગાડીને ઉભી રાખવા ઇશારો કરતા ગાડી ચાલાકે ગાડીને ઉભી રાખેલ નહી અને બેરીકેટ તોડી ભાગવા લાગેલ જેથી સ્ટાફના માણસોએ સદર વાહનનો પીછો કરેલ અને બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશનના માણસોને નાકાબંધી કરવા જાણ કરતા વાહનને ટ્રાફીક જામ કરી બાલાસીનોર અમદાવાદ રોડ ઉપર રોકી લીધેલ અને સુંદર ગાડીમાં ચેક કરતા તેમાં વિદેશી દારૂ જણાઇ આવેલ જેથી ગાડીને બાલાસીનોર ટાઉન પો.સ્ટે. લઇ જઇ વધુ ચેક કરતા તેમાથી અલગ અલગ બ્રાન્ડની કાચની નાની મોટી બોટલો તથા બીયર ટીન નંગ ૨૦૫૬ કુલ રૂ. ૦૨,૫૭,૦૦૦/- નો વિદેશી દારૂ તથા બીજો મુદ્દામાલ કુલ રૂ. ૧૦,૭૭,૫૦૦/-નો ઝડપી પાડી બાલાસીનોર ટાઉન પોસ્ટે ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ.
પકડાયેલ આરોપીનુ નામ: ડુંગરારામ હરખારામ જાટ રહે. ગામ- લીલસર પવારીયોકા તોલા, તા- ચૌહટન જી- બાડમેર (રાજસ્થાન)
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ:-
એલ.સી.બી પોલીસ ઇન્સ. શ્રી એમ.કે.ખાંટ, પો.સ.ઇ. શ્રી પી.એમ.મકવાણા, એ.એસ.આઇ. સંજયભાઇ મંગળભાઇ, અ.હે.કો. ધર્મેશકુમાર રમણભાઇ, આ.હે.કો. પંકજસિંહ પ્રુથ્વિસિંહ, આ.હે.કો.દીલીપદાન મોજદાન, આ.હે.કો. ભવદિંપસિંહ પુષ્પતસિંહ, આહેકો માધવસિંહ અર્જુનસિંહ, આહેકો મહીપાલસિંહ ઉમેદસિંહ, આપોકો ભરતભાઈ રણછોડભાઇ, અપોકો શૈલેષભાઇ શનાભાઇ,ડા.એ.એસ.આઇ, સુભાષચંદ્ર ઉમિયાશંકર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે
