ધ્રાંગધ્રા શહેરના સોની તલાવડી વિસ્તારમા બાઇક ચલાવવા બાબતે ક્ષત્રિય યુવાન પર હુમલો.
ધ્રાંગધ્રા: એક બાજુ ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી બાજુ ધ્રાંગધ્રા શહેરમા ચુંટણીના બે દિવસ પુવેઁ ક્ષત્રિય યુવાનને મુશ્લીમ ટોળાએ માર મારી ગંભીર ઇજાઁ પહોચાડતા ફરીયાદ નોંધાઇ હતી. જેમા ધ્રાંગધ્રા શહેરના સોની તલાવડી વિસ્તાર ખાતે ગઇકાલે મોડી રાત્રે બાઇક સ્પીડમા ચલાવવા બાબતે પૃથ્વીરાજસિંહ મંગળસિંહ ઝાલા નામના યુવાન પર ત્રણ મહિલાઓ સહિત છ શખ્સો દ્વારા ધોકા, પાઇપ સહિત તિક્ષ્ણ હથીયાર વડે માર મારવામાં આવ્યો હતો જેમા યુવાનને ગંભીર ઇજાઁઓ પહોચી હતી. માથાકુટને લઇને સ્થાનિક પોલીસ તુરંત એક્શન મોડ પર આવી તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હતી જ્યારે ઇજાઁગ્રસ્ત યુવાન પૃથ્વીરાજસિંહ ઝાલા તથા અન્ય એક મહિલાને સારવાર અથેઁ હોસ્પીટલ ખસેડાયા હતા જ્યા યુવાનને માથાના ભાગે વધુ પડતી ગંભીર ઇજાઁ હોવાના લીધે પોલીસને જાણ કરી ફરીયાદની તજવીજ હાથ ધરી ત્રણ મહિલાઓ સહિત કુલ છ શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધી તમામને ઝડપી પાડવા દોડધામ શરુ કરાઇ હતી. આ તરફ ચુંટણી ટાણે જ આ પ્રકારની ગંભીર ઘટના બનતા જ જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત, એસ.ઓ.જી તથા એલ.સી.બી સહિતનો સ્ટાફ ધ્રાંગધ્રા ખાતે દોડી આવ્યા હતા અને ગુન્હેગારોને તાત્કાલિક ઝડપી કડક કાયઁવાહીની સુચના આપી હતી.
● ક્ષત્રીય યુવાન પર હુમલો કરી ગંભીર ઇજાઁ પહોંચાડનાર શખ્સોના નામ.
--> ફજલ ફીરોજભાઇ પઠાણ, તોસીફ ઉસ્માનભાઇ, મોહશીન ઉસ્માનભાઇ, મોહશીન ઉફેઁ બુજારો, હાજીભાઇનો ભાણો, ફજલના માતા, બહેન તથા બનેવી, તોસીફના માતા.
● ક્ષત્રીય સમાજના યુવાનને મુસ્લીમ ટોળા દ્વારા માર મારી ગંભીર ઇજાઁ પહોંચાડવાના મામલે ક્ષત્રિય સમાજના આગેવાનો ઇજાઁગ્રસ્ત યુવાનના ઘેર તથા હોસ્પીટલ ખાતે પહોચ્યા હતા.
● ચુંટણી ટાણે જ શહેરી વિસ્તારમા H.Mની ઘટના જેવી સ્થિતીને લીધે ભાજપના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા તથા પુવઁ મંત્રી જેન્તીભાઇ કવાડીયા પણ હોસ્પીટલ ખાતે ક્ષત્રિય યુવાનની તબીયત અંગે માહિતગાર થવા પહોચ્યા હતા.
(અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.