માંડાડુંગરમાં રીક્ષામાંથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
માંડાડુંગરમાં માન સરોવર મેઈન રોડ પરથી કાર્ગો મેકસી રીક્ષામાંથી દેશી દારૂના જથ્થા સાથે સરધારના રઘુ નામના શખ્સને પીસીબીની ટીમે દબોચી લઈ રૂા.88 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ પીસીબી પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હે.કો. કુલદીપસિંહ, કોન્સ. વિજય મહેતા અને યુવરાજસિંહને મળેલ ચોકકસ બાતમીને આધારે માંડાડુંગર, માનસરોવર મેઈન રોડ, જૈન દેરાસરના ખૂણા પાછળ, ઓમ ઓટો ગેરેજની સામે કાર્ગો મેકસી રીક્ષામાંથી દેશી દારૂ 140 લીટર ઝડપી પાડી રીક્ષા ચાલક રઘુ વાજા તલસાણીયા (ઉ.25) (રહે. સરધાર ગામ, મુળ સણોસરા, ચોટીલા)ને દબોચી રૂા.88 હજારનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
