મુળી ના આંબરડી ગામે સફેદ માટી નું ખનન વહન બંધ કરવામાં આવે - At This Time

મુળી ના આંબરડી ગામે સફેદ માટી નું ખનન વહન બંધ કરવામાં આવે


*મુળી ના આંબરડી ગામે સફેદ માટી ખનીજ નું ખનન વહન*

*ખાણ ખનીજ અને મામલતદાર કચેરી ની કામગીરી ઝીરો*

મુળી તાલુકાનાં ગામોમાં મોટા પ્રમાણમાં ખનિજ પૂષ્કળ પ્રમાણમાં મળી આવે છે ત્યારે અનેક ગામોમાં ખનીજ ખોદકામ ચાલુ છે તેમાં મુખ્યત્વે કોલસો જેનું ખોદકામ મોટા પ્રમાણમાં છે બાદ સફેદ માટી નું ખનન થ‌ઈ રહ્યું છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કે મામલતદાર મુળી દ્વારા પણ છુટો દોર ખનીજ માફીયાઓ ને આપેલ હોય તેમ જણાય છે આવો આક્ષેપ આંબરડી ગામજનો એ કરી હતી આંબરડી ગામે સફેદ માટી નું ખનન કરતા હિટાચી મશીનો અને ડમ્પરો આશરે ૧૦૦ ઉપરની સંખ્યામાં છે અને સરકારી જમીન માં ખનિજ ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે આ કામ બંધ કરાવવા માટે તંત્ર નાં એકપણ અધિકારી ફરકતાં નથી ત્યારે વાડ જ ચિભડા ગળે ત્યારે ફરીયાદ કોને કરવી? તેવો ઘાટ સર્જાયો છે આ ખોદકામ છેલ્લા પાંચ વર્ષથી બેરોકટોક ચાલી રહ્યું છે તો ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર જીલ્લા દ્વારા તાત્કાલિક અસરથી આ ખોદકામ બંધ કરવામાં આવે તેમ ગામજનો એ જણાવ્યું હતું
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon