રાજકોટ શહેર મહાનગરપાલિકા દબાણ હટાવ શાખાની કામગીરી.
રાજકોટ શહેર તા.૨૩/૮/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.૮/૮/૨૦૨૨ થી ૨૨/૮/૨૦૨૨ ની શહેરમાં જુદી-જુદી જગ્યાએ જાહેરમાર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૭ રેંકડી-કેબીનો રામાપીર ચોકડી, વૈશાલીનગર, મવડી મે.રોડ, લક્ષ્મીનગર PGVCL ઑફીસ પાસે, પુષ્કરધામ રોડ, શિવમપાર્ક, ગાયત્રીનગર, આંનદ બંગલા ચોક, જંકશન રોડ, જ્યુબેલી માર્કેટ, મોચીબજાર, ગુમાનસીંહજી માર્કેટ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, કૃષ્ણનગર મે.રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદી-જુદી અન્ય ૨૪ પરચુરણ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે જ્યુબીલી, નુતન નગર રોડ, અયોધ્યા ચોક, મવડી મે.રોડ, એસ્ટ્રોન નાલા પાસે, રેસકોર્ષ ગ્રાઉન્ડ, હોસ્પીટલ ચોક, રેલ્વે જંક્સન, રૈયા રોડ, બસ સ્ટેશન સામે ઢેબર રોડ, નંદનવન મેઈન રોડ, ચંદ્રેશનગર, કુવાવડા રોડ, શાસ્ત્રીમેદાન પરથી જપ્ત કરવામાં આવી હતી.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.