જૂની અદાવતનો ખાર રાખી બેડીના યુવાનને પાછળથી આવેલા શખ્સોએ લોખંડના પાઈપના ઘા ઝીંક્યા - At This Time

જૂની અદાવતનો ખાર રાખી બેડીના યુવાનને પાછળથી આવેલા શખ્સોએ લોખંડના પાઈપના ઘા ઝીંક્યા


બેડી ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખી બેડીના યુવાનને પાછળથી આવેલા શખ્સોએ લોખંડના પાઈપના ઘા ઝીંકી હુમલો કરતાં યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે બેડીગામ વિશાલ રેસ્ટોરંટની બાજુમાં રહેતાં સુરેશભાઈ જેન્તીભાઈ વડેચા (ઉ.વ.26) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિરાજ બોરીચા, વિજય બોરીચા, બાબુ બોરીચા અને એક અજાણ્યાં શખ્સનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે તેમની માતા અને પત્ની સાથે રહે છે. ગઈકાલે સાંજના સમયે પોતાનું એકટીવા ચલાવી ઘરેથી સંત કબીર રોડ પર ઇમીટેટેશનનુ કામ આપવા માટે જતો હતો. તે દરમિયાન રસ્તામા બેડી ચોકડી પાસે બુટ-ભવાની હોટલની સામે બેડી ગામથી રાજકોટ તરફ આવતા રોડની સાઇડ પર ટ્રાફીકમાએક્ટિવા લઇ ઉભો હતો. તે દરમ્યાન અચાનક તેમના માથાના ભાગે પાછળથી કોઈએ પાઇપ વડે ઘા ઝીંકી દિધેલ હતો. તે ત્યાં જ નીચે પડી ગયેલ હતો. તે દરમિયાન જોતા ત્યા વિરાજ બોરીચા, વિજય બોરીચા, બાબુભાઈ બોરીચા તથા તેની સાથેનો એક અજાણ્યો શખ્સ હાથમા લોખંડના પાઇપ સાથે ઉભા હતાં.
દરમિયાન આરોપીઓએ માથાના ભાગે તથા પગના ભાગે લોખંડના પાઇપ વડે ફટકારી શરીર પર ઢીકા પાટાનો માર મારવા લાગેલ હતાં. તેમજ યુવાનના ખિસ્સામાં રહેલ મોબાઈલ ફોન વિજય બોરીચાએ કાઢી રોડ પર ફેકી ભાંગી નાખેલ હતો. બાદમાં તેમને દેકારો કરતાં આરોપીઓ સફેદ કલરની ઇકો ગાડીમા બેસીને માધાપર ચોકડી તરફ નાસી છૂટ્યા હતાં. બાદમાં તેમને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં ફરીયાદીએ ઉમેર્યું હતું કે, બનાવ દરમિયાન તેમને ગળામાં પહેરેલ સોનાનો ચેઇન અને એક પેન્ડલ ઝપાઝપીના લીધે તુટી પડી ગયેલ હતો. બનાવનું કારણ એકાદ મહીના પહેલા વિજય બોરીચા સાથે યુવાનના મિત્ર સુરેશભાઈ અગેસાણીયાને કોઇ બાબતનો ઝઘડો હોઇ જેથી તેનું સમાધાન કરાવવા વિજય બોરીચા સાથે બેડી ચોકડી ખાતે ભેગા થયેલ તે દરમિયાન તેમને વિજય સાથે ઝઘડો બોલાચાલી થયેલ હતી. જે જુની અદાવતનો ખાર રાખી હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.