ચેક પરત ફરવાના ગુનામાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી અદાલત - At This Time

ચેક પરત ફરવાના ગુનામાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી અદાલત


રાજકોટ, તા.29
શહેરમાં શ્યામનગરમાં રહેતી મિત્રની પત્ની પાસેથી હાથ ઉછીના લીધેલા રૂ.1.50 લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે એક માસમાં ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે.

રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં બિલેશ્વર મંદીર પાસે આવેલા શ્યામનગરમાં રહેતા ગોપીબેન નવીનચંદ્ર વાળોદરાના પતિના મિત્ર આશીષ ગેજન્દુભાઈ પરમાર (રહે. પરસાણાનગર જામનગર રોડ, રાજકોટ) હાથઉછીના રૂા.૧.૫૦ લાખ પાંચ માસ માટે લીધા હતા. જે રકમ પરત આપવા પેટે ફરીયાદીને આરોપીએ રૂા.૧.૫૦ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક "ફંડ ઈનસફીસીયન્ટ"ના શેરા સાથે પરત ફર્યો હતો. જે ચેક પરત ફર્યાની ગોપીબેન વાળોદરાએ પોતાના વકીલ મારફત પાઠવેલી નોટીસ બજી જવા છતાં આરોપીએ લેણી રકમ નહિ ચૂકવતા ગોપીબેન વાળોદરાએ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ૧૩ માં એડી. ચીફ જયુડી. મેજી. વાય.બી. ગામીતે આરોપી આશીષ ગેજન્દુભાઈ પરમાર ચેક રિટર્ન કેસમાં તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ચેકની રકમ વળતર પેટે એક માસમાં ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે.

આ કેસમાં ફરિયાદી વતી યુવા એડવોકેટ સંદીપ એન.સતાણી રોકાયા હતા.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.